હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rainfall in Gujarat)ની આગાહી કરવામાં આવી હતી. જે સાચી ઠરી છે અને આ અંતર્ગત આજે સાબરકાંઠા (Sabarkantha Monsoon) અને મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યાં જ કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી (Gujarat Monsoon 2022) માહોલ છે. અંજાર, સતાપર, માંડવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બીજી તરફ અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં અડધા કલાકમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે અને બસ સ્ટેશનો પર પણ પાણી ફરી વળ્યા છે.
જુનાગઢના માંગરોળના બામણવાડા ગામે જંજાવાતિ વાવાજોડા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીં વાવાજોડાથી અનેક વૃક્ષો તેમજ વીજપોલો ઘરાશાયી થઇ ગયા છે. વરસાદ અને વાવાજોડાથી તોતિંગ વડલાઓ પણ ઘરાશાયી થયા છે. બામણાવાડા ગામે જવાના તમામ રસ્તાઓ બંધ થયા છે. બામણવાડા ગામે જવા માટેના રસ્તાઓ બંધ થતાં ટ્રાફીકડજામ સર્જાઇ ગયો છે. હાલમાં વરસાદ વિરામ લેતાં રસ્તાઓ ખોલવાની કામગીરી શરૂ કરાઇ છે.
ફતેપુરા પંથકમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ફતેપુરા સહિત ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂકાયો હતો જે બાદ ફતેપુરાની મામલતદાર કચેરીમાં પતરાનો શેડ ઉડી ગયો હતો. ભારે પવન બાદ ફતેપુરા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થતા ફતેપુરા સહિત ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.