ઈશાન પરમાર, સાબરકાંઠા : સુકા મેવાની માંગ ગુજરાતમાં વધુ છે. જોકે, રાજ્યમાં સુકા મેવાનું વાવેતર થતું નથી. પરંતુ માંગને ધ્યાનમાં રાખીને હવે ઉત્તર ગુજરાતમાં કાજુ જેવા સુકા મેવાના વાવેતરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ સફળ થતા ખેડૂતોને કાજુના છોડનું મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. હિંમતનગર તાલુકાના દેરોલ પાસે આવેલા તિરુપતિ નેચરલ પાર્ક દ્વારા દેરોલ ગામના ખેડૂતોને મફત કાજુના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. કાજુ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં થયા છે.