ઈડરિયા ગઢ પ્રત્યેનું આકર્ષણ માત્ર સાબરકાંઠાનાં જ લોકોમાં નહી પણ ગુજરાતના તમામ લોકોમાં જોવા મળે છે. ગઢ પર થઇ રહેલું ખનન બંધ થયા બાદ હવે ગુજરાતના લોકો ગઢ, તેના સ્થાપત્યો, તેનો ગૌરવવંતો ઈતિહાસ જાણી-માણી શકે એ માટે આ જે પ્રયાસ થયો તેને સ્થાનિક લોકો પણ આવકારી રહ્યા છે.