Home » photogallery » sabarkantha » ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

Himmatnagar Crime News: ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાઓ પર ઘરફોડ ચોરી કરીને અંજામ આપતી ભટ્ટી ગેંગના મુખ્ય સુત્રઘાર સહિત 8 સાગરિતોને દબોચી લીધા છે. આ સાથે જ પોલીસે 20 કરતા પણ વધુ ગુનાઓનો ભેદ ઉકેલી લીધા છે. અને આરોપીઓ પાસેથી 8 લાખથી વધુની રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે.

  • 16

    ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    ઇશાન પરમાર, હિંમત નગર: સાબરકાંઠા જીલ્લા સહિત ગુજરાતનાં અરવલ્લી, ખેડા, નડિયાદ અને આણંદ સહિતના જિલ્લાઓમાં (Bhatti Gang Leader Arrested) ચોરીનાં ગુનાઓને અંજામ આપતી ભટ્ટી ગેંગના આરોપીઓની સાબરકાંઠા એલસીબીએ અટકાયત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે હુસેન બીલ્લો અને જાહિર ટુ હો બીજા માણસો સાથે બે ગાડીઓ લઈ હિંમતનગરનાં (Himmatnagar) પરબડા નદીના પટમાં છે અને તેઓ ત્યા ગાડીઓમાંથી વસ્તુઓની આપલે કરી રહ્યા છે

    MORE
    GALLERIES

  • 26

    ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    આ ગાડીમાં હિંમતનગર શહેરમાંથી ચોરી કરેલ મુદ્દામાલ પણ તેમની સાથે છે. પોલીસે નદીના પટમાં તપાસ કરતા બે શંકાસ્પદ ગાડીઓ ઉભી હોવાનું નજર આવ્યું હતું. જે બાદ આ ગાડીઓ પર પોલીસ ત્રાટ્કી હતી. અને તેમાંતી આઠ ગુંડ્ડા તત્વોની અટકાયત કરીને બે કાર સહિત 8,86,296 નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી સોનાના દાગીના, લેપટોપ, કેમેરો, એસીનાં આઉટર સહિતનાં ઘણાં બધી વસ્તુઓ મળી આવી હતી.

    MORE
    GALLERIES

  • 36

    ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો


    સાબરકાંઠાનાં ડીવાયએસપી મીનાક્ષી પટેલનાં જણાવ્યાં અનુસાર, આ ભટ્ટી ગેંગ અનેક જિલ્લાઓમાં ગુનાઓેને અંજામ આપતી રહી છે આમ તો આ આરોપીઓ અલગ અલગ જગ્યાઓ પર જતા હતા અને ચોરી કરવા માટે તેમની જાણીતી જગ્યાઓ બતાવતા હતા અને નવી ગેંગના મેમ્બર બનાવી ઝડપાયેલ હથિયારનો ઉપયોગ કરીને આણંદ, નડિયાદ, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓમાં ચોરીઓને અંજામ આપતા હતાં. અને ચોરી કરવા માટે પોતે ફોર વ્હિલર ગાડીઓનો ઉપયોગ કરે છે.

    MORE
    GALLERIES

  • 46

    ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    જેથી પોલીસને અને સામાન્ય જનતાને તેમના તેમના પર શક કે વહેમ ન જાય તે રીતે પોતાના કામને અંજામ આપી શકે. આમ તો આ પકડાયેલ તમામ આરોપીઓ ખુબજ ઝનુની અને માથાભારે સ્વભાવના છે જેથી પોલીસે આ તમામની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 56

    ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    હાલ તો પોલીસે 11માંથી 8 આરોપીઓની અટકાયત કરી છે પરંતુ ગઈ કાલે હિંમતનગર શહેરમાં ચડ્ડી બનીયાન ગેંગ દ્રારા તરખાટ મચાવવામાં આવ્યો હતો અને CCTV કેમેરામાં આ તમામ આરોપીઓ કેદ થઇ ગયા છે ત્યારે હવે સ્થાનિકની પણ માંગ ઉઠી છે કે આ તમામ આરોપીઓને પણ ઝડપથી સળીયા પાછળ કરવામાં આવે.

    MORE
    GALLERIES

  • 66

    ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં 7 સાગરિતો સહિત ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    સાબરકાંઠાનાં ડીવાયએસપી મીનાક્ષી પટેલ

    MORE
    GALLERIES