હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં પુર્વજો સમયથી ચાલી આવતી પરંપરા પ્રમાણે નવરાત્રિ આસોમાં નહી પરંતુ ચૈત્રી માસમાં યોજાય છે. કારણ કે આ ગામની સ્થાપના 1962માં ચૈત્ર માસમાં થઈ હતી અને આ ગામનુ નામ પણ ગઢ ભવાની માતાજીના મંદિર પરથી પડ્યુ હતુ. જેના કારણે અહી આસોમાં નવરાત્રી થતી નથી અને ગામના તમામ લોકો આસોની નવરાત્રીની મજા માણી શકતા નથી. અને જો મજા માણવી હોય તો આજુબાજુના ગામમાં કે ઘરે ગરબા મુકિને રમઝટ માણે છે. તો બીજી બાજુ ગામના લોકો પોતાને નશીબદાર માને છે કે, વર્ષમાં બે નવરાત્રીનો લાભ પણ ગઢોડા ગામ વાસીઓને મળે છે અને વર્ષમાં બે વખત ગરબાના રમઝટ માણવા મળે છે.
ગામના દિવ્યાબેન પટેલનું કહેવું હતું કે,નવરાત્રી બે હોય છે અને અમે નશીબદાર છીએ કે અમને બે નવરાત્રી રમવા મડે છે આસો માસમાં અમે આજુબાજુના ગામમાં પણ નવરાત્રી માણવા જીએ છીએ. તો ભાવના બેન પટેલે જણાવ્યું હતું કે ગઢોડામાં ચૈત્ર માસમાંજ નવરાત્રી થાય છે કારણ કે અહિ વર્ષોથી નિયમ થઈ ગયો છે કે ચૈત્રમાં નવરાત્રીથાય છે આસોમાં થતી નથી તો ચૈત્રી નવરાત્રીનુ અનોખુ મહત્વ હોય છે
ચિત્રા નક્ષત્રમાં ગરમીના પ્રકોપથી બચવા માટે અને તેની ઉપાસના કરવા માટે ચૈત્રી નવરાત્રી અહિ છેલ્લા 50 વર્ષથી ઉજવાય છે.વડિલોનુ માનિએ તો અહિ બ્રમ્હાની માતાજીની પુજા કરાય છે કારણ કે ખેડબ્રમ્હાથી માતાજીને અહિ લાવવામાં આવ્યા હતા અહિ ગઢેશ્ર્વર માતાજીની ટેકરી પર માતાજીનો દિવો મુકવામાં આવ્યો અને ત્યારથી આ ગામમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે.તો અહિ પાંડવો અને કૌરવો પણ પડાવ નાખેલો હતો અને તેમણે પણ અહિ પુજા કરેલી હતી.તો આ તરફ ગામના વડિલો પણ પોતાની વર્ષોથી ચાવતી પરંપરાને આજે પણ અકબંધ રાખી રહ્યા છે અને ચૈત્રી માસે ચિત્રા નક્ષત્ર હોવાને કારણે નવરાત્રી યોજે છે.