હાર્દિક પટેલ, અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં શામળાજી, માલપુર, મેઘરજ, મોડાસા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી બાદ અરવલ્લી જીલ્લામાં ગત મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં ગાજીવીજ અને વાવાજોડા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વિસ્તારમાં મગફળી, મકાઈ સહિતના પાકોને વ્યાપક નુકશાન થયું છે જેના પગલે ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ ચાલુ ખરીફ સીજનમાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં ચોમાસું વાવેતર કર્યું છે. જે પૈકી ભિલોડા તાલુકામાં 7155 હેકટર જમીનમાં મગફળી , 10434 હેકટરમાં મકાઈ , 423 હેકટરમાં કપાસ, અડદ સહીતના પાકોનું વાવેતર કર્યું હતુ. ત્યારે ઓચિંતા આવેલા વરસાદે ખેડૂતોના પાકને ભીંજાવી દેતાં પાક ઘાસચારામાં પણ કામ લાગે તેવો રહ્યો નથી. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર અપાય તેવી માંગ કરી રહ્યા છે.

વાવાઝોડા સાથે આવેલા પાછોતરા વરસાદને કારણે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા શામળાજી પંથકમાં વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ગત મોડી રાત્રી દરમિયાન વાતાવરણમાં આવેલા પલટા બાદ શામળાજી પંથકના વેણપુર, શામળપુર, ખારી, ખેરંચા, રંગપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેડૂતોએ પોતાના ખેતરોમાં સુકાવવા મુકેલો તૈયાર પાક મગફળી, મકાઈ સહિતના પાકો પલળી જતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે.
ખેડૂત, રમીલાબેન પટેલે પોતાની આપવીતી જણાવી કે, પાક તો સારો થયો હતો પછી વરસાદ પડતા બધો પાક નાશ પામ્યો છે. મારે મજૂરી આપવાના રૂપિયા પણ નથી મળતા. સરકાર સહાય કરે તો સારૂં. ખેતરમાં પળેલો ઘાસચારો પણ પલળી ગયો છે. આ સાથે અન્ય ખેડૂત, બાબુલાલ પટેલે જણાવ્યું કે, 10 વીઘામાં મગફળી વાવી હતી. જેનો પાક કાપીને તૈયાર હતો પરંતુ જે વવાઝોડા સાથે વરસાદ આવ્યો તેમા બધો પાક પલળી ગયો છે. મોંમા આવેલો કોળિયો છીનવાઇ ગયો છે તે બાબતે સરકારને ઘ્યાન દોરીએ કે કોઇ સહાય કરે.