Home » photogallery » sabarkantha » Rainfall in Sabarkantha: સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું, હાથીમતી નદી ઓવરફ્લો

Rainfall in Sabarkantha: સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું, હાથીમતી નદી ઓવરફ્લો

સ્થાનિક તંત્ર દ્રારા નદી પર ન જવા સુચના આપવામા આવી હતી છતાંય લોકો બ્રિજ પરથી જોખમી સવારી કરી રહ્યા છે. જેમાં બાઈક સવાર સાથે દુર્ઘટના થતાં થતા રહી ગઈ.

  • 15

    Rainfall in Sabarkantha: સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું, હાથીમતી નદી ઓવરફ્લો

    સાંબરકાંઠા જિલ્લામાં આજે મેઘરાજાએ મેઘ તાંડવ કર્યું છે. હિંમતનગર તાલુકાના હુંજ ગામમાં મેઘો એવો વરસ્યો કે આખે આખુ ગામ બેટમા ફેરવાઈ ગયા છે. ગામના રસ્તાઓ ઉપર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના પગલે ડુંગરના પાણી ગામમાં નદીની જેમ વહેવા લાગ્યા હતા. જેથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    Rainfall in Sabarkantha: સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું, હાથીમતી નદી ઓવરફ્લો

    હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે ભારે વરસાદ પડવાથી સજા પુરનું વિરોડાનું તળાવ ઓવરફ્લો થતાં લોખંડ પ્રતાપનગર, સજાપુર, પાંચેરા, સંચેરી ગામોમાં આફતના પાણી ઘુસ્યા હતા. આ તરફ વિજયનગરના પોલોની નદી બેકાંઠે જોવા મળી હતી. હરણાવ જળાશયમાંથી પાણી છોડાતા પાણી પોલોની નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે.

    MORE
    GALLERIES

  • 35

    Rainfall in Sabarkantha: સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું, હાથીમતી નદી ઓવરફ્લો

    વિજયનગરના રહેણાંક વિસ્તારોમા તો રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. પાણી સામે જે આવ્યું તે બધું જ તાણતું ગયુ હતું. જળબંબાકારની સ્થિતિ બાદ 10થી 15 દુકાનોમાં પાણીથી માલ સામાનને ભારે નુકસાન થયું છે. આ તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરકાંઠાની હાથમતી નદીનો વેસ્ટ વીઅર ઓવરફ્લો થયો છે. હાથમતી અને ઇન્દ્રાસી નદીમાં ભારે પાણી આવતા હાથમતી વેસ્ટ વીઅર ઉપરથી પાણી ફરી વળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    Rainfall in Sabarkantha: સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું, હાથીમતી નદી ઓવરફ્લો

    સ્થાનિક તંત્ર દ્રારા નદી પર ન જવા સુચના આપવામા આવી હતી છતાંય લોકો બ્રિજ પરથી જોખમી સવારી કરી રહ્યા છે. જેમાં બાઈક સવાર સાથે દુર્ઘટના થતાં થતા રહી ગઈ. સાબરકાંઠાની હરણાવ નદીથી હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા ધસમસતા પ્રવાહમાં ત્રણ યુવકો ફસાઈ ગયા હતા. જો કે થોડા સમયબાદ ત્રણેય યુવકોને હિંમતનગરની NDRFની ટીમે બચાવી લીધા હતા.

    MORE
    GALLERIES

  • 55

    Rainfall in Sabarkantha: સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું, હાથીમતી નદી ઓવરફ્લો

    હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ પશુઓ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા. પાણીનો પ્રવાહ વધે તે પહેલા 25 જેટલી ગાયોને બહાર કઢાઈ છે. તો બીજી તરફ હમીરગઢ ગામનો રસ્તો અવરજવર માટે બંધ કરાયો છે. કુંપ, હમીરગઢ અને સુરપુર ગામનો સંપર્ક તુટ્યો હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

    MORE
    GALLERIES