

બીજેપીમાંથી રાજીનામું આપ્યાં બાદ આજે પોરબંદર બેઠક પરથી રેશ્મા પટેલે પોતાનાં સમર્થકો સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે.


મહત્વનું છે કે રેશમા પટેલે BJPમાંથી રાજીનામું આપી દીધું છે. રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભા અને પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ભાજપને અલવિદા કહ્યા બાદ રેશ્મા પટેલે ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી હતી. તેમને જણાવ્યું કે, હું લોકસભા અને પેટા ચૂંટણી લડવા માંગું છું. આ સાથે તે પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ સિવાય માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પોતાને ઝંપલાવવાની જાહેરાત કરી હતી.(તસવીર સભાર રેશ્મા પટેલનાં ટ્વિટર એકાઉન્ટમાંથી)


રેશ્મા પટેલે ભાજપને રામ રામ કહ્યા બાદ જણાવ્યું હતું કે, મને કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ, પરંતુ મારો ચૂંટણી લડવાનો નિર્ણય અડગ છે. હાલ મેં ચૂંટણીને લઇને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે. (તસવીર સભાર રેશ્મા પટેલનાં ટ્વિટર એકાઉન્ટમાંથી)


રેશ્માએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ સીધા આરોપ લગાવતા જણાવ્યું હતું કે, BJPને પાડવા માટે એક થઈને લડવું પડશે. ભાજપ હંમેશાં પોતાનું ધાર્યું કરતો પક્ષ છે. તે હંમેશાં મહિલાઓ સાથે અન્યાય કરે છે. (તસવીર સભાર રેશ્મા પટેલનાં ટ્વિટર એકાઉન્ટમાંથી)