

Reliance Jioએ નવું ડિજિટલ આસિસ્ટન્ટ Saarthi લોન્ચ કર્યુ છે. વોઇઝ બેઝ્ડ આસિસ્ટન્ટ સારથી યૂઝર્સ માટે My Jio Appમાં આપવામાં આવ્યું છે. કંપનીએ તેને ખાસ કરીને ડિજિટલ Recharge કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ તેના દ્વારાસ સરળતાથી ફોન રિચાર્જ કરી શકશે.


કેવી રીતે કામ કરે છે Saarthi : જો આપને આ ફીચર નથી દેખાતું તો તેના માટે યૂઝર્સને માઇ જિયો એપના લેટેસ્ટ વર્જનને ઈન્સ્ટોલ કરવું પડશે. સારથી ડિજિટલ આસિસ્ટન્ટનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને સૌથી પહેલા રિચાર્જ બટન પર ક્લિક કરવું પડશે, ત્યારબાદ આ આઇકન તમને જોવા મળશે.


>>> જિયો સારથી દ્વારા યૂઝર્સને રિચાર્જની તમામ જાણકારની સાથે દરેક નવા અને લેટેસ્ટ પેકની જાણકારી પણ મળશે. તેની સાથોસાથ જિયો સારથીની મદદથી તમે પોતાના જિયો નંબર સરળતાથી ખુદ રિચાર્જ પણ કરી શકશો.


>>> તેના દ્વારા યૂઝર્સ ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પોતાના રિચાર્જ માટે પેમેન્ટ પણ સરળતાથી કરી શકશે.


>>> આ આસિસ્ટન્ટ યૂઝર્સને પૂરી રિચાર્જ પ્રક્રિયા વિશે સ્ટેપ-બાય-સ્ટેપ રીતે ગાઇડ કરશે. સાથોસાથ એ જણાવશે કે આપનો કાર્ડ નંબર ક્યાંથી મળશે અને તેને ક્યાં એન્ટર કરવાનું છે. રિલાયન્સ જિયો કંપનીએ હાલ આ ફીચરને માત્ર અંગ્રેજી અને હિન્દી ભાષામાં જ લોન્ચ કરી છે પરંતુ ટૂંક સમયમાં જ કંપની આ સર્વિસને ભારતની 12 ક્ષેત્રિય ભાષાઓમાં પણ લોન્ચ કરવાનું છે.


જિયો એપથી જાણો કઈ એપ ફોન માટે છે ખતરનાક : My Jio App દ્વારા આપણે સરળતાથી જાણી શકે છે કે કઈ એપ ફોન માટે રિસ્કી છે અને કઈ સુરક્ષિત છે. તેના માટે સૌથી પહેલા આપને My Jio App પર જવું પડશે. તેમાં નીચે સ્ક્રોલ કરીને Jio Securityનું ઓપ્શન મળશે. તેમાં ‘App Advisor’ પર જવાનું છે.