

દુનિયામાં જેટલા પણ ધર્મ છે, તેમાં પોતાના અલગ-અલગ રીતિ-રિવાજ અને પરંપરા હોય છે, જે એકબીજાથી અલગ હોય છે. ભારતમાં હિંદૂ ધર્મમાં કેટલીએ એવી રહસ્યમય વાતો છો, જેને લોકો સદીઓથી માનતા આવે છે. હંમેશા કેટલીક એવી વાતો હોય છે, જેનું આપણે અનુસરણ માત્ર ધાર્મિક કારણોથી કરીએ છીએ, પરંતુ આપણને તેના વાસ્તવિક રહસ્યની ખબર નથી હોતી. આજે અમે એક એવું જ રહસ્ય તમારી સામે ખોલીશું, જે મહિલાઓ સાથે જોડાયેલું છે.


જન્મની સાથે મૃત્યુ હંમેશા જોડાયેલું છે. આ દુનિયામાં જે આવ્યું છે, તેને એક દિવસ બધુ જ છોડીને અહીંથી જવાનું છે. આ એક સત્ય છે. પારિવારિક કર્મકાંડની વાત કરીએ તો, જ્યારે પણ પરિવારના કોઈ સભ્યનું મોત થાય છે, તો સંસ્કારોની પરંપરા અનુસાર દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારમાં મહિલાઓ માટે કેટલાક નિયમ નિર્ધારિત કરવામાં આવ્યા છે.


હિંદૂ ધર્મમાં મહિલાઓ માટે નિયમ ઘણા સખત છે. હજારો વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર મહિલાઓને અંતિમ સંસ્કારમાં જવાનો અધિકાર નથી. સદીઓથી આ પરંપરા ચાલી આવે છે, તો લોકો આજે પણ મહિલાઓને અંતિમ સંસ્કારમાં શામેલ નથી થવા દેતા. આની પાછળ કેટલાક કારણ પણ જણાવવામાં આવ્યા છે.


પહેલું વ્યવહારિક કારણ બતાવવામાં આવ્યું છે કે, મહિલાઓ કોમળ દિલની હોય છે. કોઈ પણ વાત પર તે ડરી શકે છે. અંતિમ સંસ્કાર સમયે મૃત શરીર સાથે જે પણ ક્રિયા કરવામાં આવે છે, તેનાથી તેમને ડર લાગી શકે છે. આ સિવાય અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં પિંડદાન બાદ અગ્નિ લગાવવાની ક્રિયા બાદ એક મુશ્કેલ ક્રિયા પણ આવે છે, જે ઘણી મુશ્કેલ છે. અને આ ક્રિયા છે, ખોપડી ફોડવાની ક્રિયા, આ મૃતકના કોઈ પણ પ્રિય વ્યક્તિને ડરાવી શકે છે.


એવું કહેવામાં આવે છે કે, સ્મશાન ઘાટ પર ચિતાને સળગતા જોઈ મહિલા ડરી ન જાય, એ વિચારીને જ તેમને અંતિમ સંસ્કારની ક્રિયાથી દૂર રાખવામાં આવે છે. આ સિવાય માન્યતા છે કે, અંતિમ સંસ્કાર બાદ પૂરૂષ ઘરે પાછા ફરે ત્યારે પગ ધોવડાવવા અને પાણી આપી સ્નાન કરાવવા માટે મહિલાનું ઘરે રહેવું જરૂરી હોય છે. જેના કારણે તેમને ઘરે મુકીને જ જવામાં આવે છે.


અંતિમ સંસ્કારમાં શામેલ થતા પુરૂષો માટે મુંડન સંસ્કાર અનિવાર્ય છે. રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર કર્યા પહેલા પરિવારના સભ્યોને મુંડન કરાવવું પડે છે. આ કાર્યમાં મહિલાઓ શામેલ નથી થઈ શકતી. જેથી મહિલાને અંતિમ સંસ્કારમાં શામેલ નથી કરવામાં આવતી.


આ સિવાય અન્ય એક રહસ્યમયી કારણ છે કે સ્મશાનમાં કેટલીએ પ્રકારની અન્ય ગતીવીધીઓ થાય છે, જે ખતરનાક હોઈ શકે છે. સ્મશાનમાં અતૃપ્ત આત્માઓ રહે છે. જે આ ક્રિયાઓમાં શામેલ હોય છે, કહેવાય છે કે આવી આત્મા હંમેશા જીવીત પ્રાણીઓના શરીર પર કબ્જો કરવાની રાહ જોઈ રહી હોય છે. જેથી નાના બાળકો અને મહિલાઓ સરળતાથી તેમનો શિકાર બની શકે છે. આ વસ્તુથી બચાવવા માટે પણ મહિલાઓને તથા નાના બાળકોને સ્મશાનમાં જવાની મનાઈ કરવામાં આવે છે. પરંતુ બદલાતા સમય અને પરિસ્થિતિમાં હવે કેટલીક મહિલાઓ આ ક્રિયામાં ભાગ લેવા લાગી છે.