

ચીની સ્માર્ટફોન ઉત્પાદક રિયલમીએ તેના સ્માર્ટફોન રિયલમી 2 પ્રોના ભાવમાં ઘટાડો કર્યો છે. રિયલમી 2 હવે 1000 રૂપિયા સસ્તામાં ખરીદી શકાય છે. આ ઘટાડો રિયલમી 2 પ્રોના 4 જીબી રેમ અને 6 જીબી રેમના બંને વેરિએટ્સમાં થયો છે. 8 જીબી રેમનું વેરિઅન્ટ હજુ પણ જૂની કિંમતે ઉપલબ્ધ છે. રિયલમી 2 પ્રોને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં રજૂ કરવામાં આવ્યો હતો.


રિયલમી 2 પ્રોના 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 12.990 રૂપિયા થઇ ગઇ છે. 6 જીબી રેમ અને 64 જીબી વેરિએન્ટ 14990 રુપિયામાં ખરીદી શકાય છે. ભારતમાં લોન્ચિગ બાદ બન્ને વેરિએન્ટની કિંમત ક્રમશ: 19990 રુપિયા અને 15990 રુપિયા હતી.


રિયલમી 2 પ્રોમાં 6.3-ઇંચની પૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે છે જેનો એસ્પેક્ટ રેશિયો 2340x1080 પિક્સેલ છે. આ ઉપરાંત આ ફોનમાં ક્યુઅલકોમનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા મળશે, જેમા એક કેમેરો 16 મેગાપિક્સેલનો છે જેનુ અર્પચર F1 / 2.7 છે અને બીજો કેમેરો 2 મેગાપિક્સેલનો છે.


ફ્રન્ટ કેમેરો 16 મેગાપિક્સલનો છે. ફ્રન્ટ કેમેરાની સાથે એઆઇનો સપોર્ટ અને 2.0 બ્યૂટી મોડ્સ મળશે. ફોનમાં ફેસ અનલોક સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.