

હાઈસિક્યુરિટ નંબર પ્લેટ નવા અને જુના વાહનોમાં ફરજીયાત કરી દેવામાં આવી હતી. HSRP નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દત સતત સાત વખત વધાર્યા પછી 31મી ઓગસ્ટે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે. હવે આ મુદ્દતમાં વઘારો નહીં કરવામાં આવે. જો કે તમામ લોકોને પણ જાણ થાય તે માટે બહોળી પ્રસિદ્ધી કરવામાં આવી હતી તેમ છતા પણ સરકારી બાબુઓના કાને આ વાત સંભળાય નહીં. (વિભુ પટેલ, અમદાવાદ)


કારણ કે હાઈસિક્યુરિટી નંબર પ્લેટ ફરજીયાત કરી દેવામાં આવી છે તેમ છતા પણ સરકારી બાબુઓની ગાડીઓમાં હાઈસિક્યુરિટી નંબર પ્લેટ નથી. જો કે આમ જનતા જો નિયમનોનું પાલન ન કરે તો 1 સપ્ટેમ્બરથી 200 રૂપિયા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. નવો નિયમ લાગુ થયા બાદ દંડની રકમ એક હજાર કરવામાં આવી છે.


ન્યુઝ 18 ગુજરાતી દ્વારા રિયાલીટી ચેક કરવા માટે બહુમાળી ભવન પહોચ્યા. અહીં સરકારી ગાડીઓ પડી હતી પરંતુ મોટા ભાગની ગાડીઓમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ ન હતી. શા માટે સરકારી બાબુના સરકારી નિયમ નજર અંદાજ કરી રહ્યાં છે.


અમદાવાદના જાગૃત નાગરીક સતિષભાઈ કહ્યું હતું કે નિયમોનું પાલન કરાવવા માટે પ્રજા પાસેથી દંડ વસુલ કરવામા આવે છે તો પછી સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ કેમ નિયમનુ પાલન કરતા નથી.


અમદાવાદ એઆરટીઓ એસ. એ. મોજણીદાર જણાવ્યું હતું કે નિયમ બધા માટે સમાન હોય છે અને સરકારી ગાડીઓમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નહી હોય તો કાર્યવાહી કરવામાં આવશે.


મહત્વપૂર્ણ છે કે અમદાવાદ શહેરમાં 2014થી નવા વાહનોમા ફરજીયાત હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ કરી દેવામાં આવી હતી. જેના કારણે 2014 પછીના તમામ વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ છે.