

મેષઃ આજનો દિવસ તમારા માટે બહુ સારો રહેશે. ચંદ્રમા આજે સવારથી જ તમારી રાશિથી ભાગ્ય ભાવમાં આવી જશે. બીજી બાજુ, સૂર્ય પણ પોંતાની રાશિ બદલશે. આજે તમારે ભાવનાત્મક પ્રતિક્રિયાઓ પર બહુ સખત નિયંત્રણ રાખવાનું રહેશે. આજે તમે ફક્ત તમારાં કામમાં ધ્યાન આપશો, કોઈ વિવાદ અથવા ભાવનાત્મક સ્થિતિમાં જરા પણ ન પડતા. આજે તમે જેટલી સહજ, સમજદારીથી કામ કરશો એટલી સફળતા મળશે. સાંજ થતાં ચંદ્રમા શનિની સાથે આવી જશે. તમારે નકારાત્મક વિચારોને લઈ અહંકાર અને વિવાદથી બચવું પડશે. તમારે ક્રોધ પર નિયંત્રણ રાખવાનું રહેશે. આજે જીવનસાથી માટે તમારા મનમાં પ્રેમને છોડી બધી પ્રકારની ભાવના રહેશે. તેમની સાથે તમારો સંબંધ બહુ નાજુક સ્થિતિમાં રહેશે. તમારે તમારી સંવેદનશીલતા અને ભાવના પર નિયંત્રણ રાખવાનું રહેશે. તમારી નાણાકીય સ્થિતિ આજે નબળી રહેશે. નોકરીમાં તમારે આજે તણાવવાળી અને નિરાશાનજક સ્થિતિનો સામનો કરવો પડશે. તમારું સ્વાસ્થ્ય પણ નબળું રહેશે. તમને પીઠ, કમર અને માથામાં દુખાવો થઈ શકે છે. તમને કોઈ એલર્જી પણ થઈ શકે છે.


વૃષભઃ આજે ચંદ્રમા અષ્ટમ રહેશે. આજે તમારે કેટલીક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. આજે તમારે વાહનથી બહુ સંભાળવું પડશે. તમે નોકરી-ધંધામાં મળેલી સફળતાથી અસંતોષ અનુભવશો. તમને પારિવારિક જીવનમાં પણ અસંતાષ રહેશે. તમને આજે પૈસાનું અચાનક નુકસાન થઈ શકે છે. આજે તમારા મનમાં તમારા જીવનસાથી અથવા પ્રેમી માટે શારીરિક આસક્તિ વધુ રહેશે, પરંતુ માનસિક રીતે તમારો અંદાજ ઝઘડાળું રહેશે. તમારે વાણી પર નિયંત્રણ રાખવાનું રહેશે. આજે ઓફિસમાં તમને નોકરીની સુરક્ષાને લઈ ચિંતા રહેશે. તમારું કામમાં મન નહિ લાગે, એટલે ઉતાવળમાં કોઈ કામ ન કરવું. તમારું સ્વાસ્થ્ય આજે નબળું રહેશે.


મિથુનઃ આજનો દિવસ તમારા માટે મિશ્ર પ્રભાવવાળો રહેશે. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં તમને સફળતા મળશે, પરંતુ અન્ય ક્ષેત્રોમાં તમે પરેશાન અને નિરાશ જોવા મળશો. આજે તમારી કેટલાક નવા લોકો સાથે મુલાકાત થશે અને એમાંથી કેટલાક તમારા મિત્રો પણ બનશે. આજનો દિવસ તમારા માટે બહુ સારો રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે બહુ મહેનત કરવાની રહેશે. આજે કામકાજને લઈ તમારા મનમાં કેટલીક આશંકાઓ રહેશે, અંતમાં એ દૂર થઈ જશે. આજે તમે શાંત રહેજો અને દ્યૈર્યથી કામ કરજો. આજે તમને કેટલાક નવા અનુભવો થઈ શકે છે. આજે પરિવાર અથવા પૈસાની બાબતમાં કોઈ બહારની વ્યક્તિને હસ્તક્ષેપ કરવાની તક નહિ આપતા. જીવનસાથી સાથે ચાલી આવતા અણબનાવ પર આજે શાંતિથી વાત કરશો તો એમાં સફળ રહેશો. તમે આજે પરિવાર અથવા જીવનસાથી માટે ખર્ચા વધુ કરશો, નાણાં ઉધાર લેવા પડશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.


કર્કઃ આજે ચંદ્રમા તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં આવી જશે. અગર તમે આજે આરામ કરવાનો નિર્ણય કરો છો તો એ તમારે માટે સારું રહેશે, એમ પણ આજે નોકરી-ધંધાનાં કાર્યોમાં તમારું મન ઓછું લાગશે. આજે તમને કોઈ કામમાં ઉત્સાહ નહિ આવે. વ્યક્તિગત રીતે તમે બહુ પ્રસન્ન અને ઉત્સાહિત દેખાશો. તમે તમારી આળસ ખંખેરી નાખશો અને મનઃસ્થિતિ સુધારી લેશો તો તમને આજે સારી સફળતા મળી શકે છે. જવાબદારીઓથી દૂર ભાગવાથી તમને કોઈ લાભ નહિ થાય. જીવનસાથી સાથેનો તાલમેલ બહુ આદર્શ સ્થિતિમાં જોવા મળશે. જીવનસાથી પર હાવી થવાનો કે દબાણ વધારવાનો પ્રયત્ન ન કરતા. આજે તમને પૈસાનો કોઈ અભાવ નહિ રહે, કોઈ કામ અટકશે નહિ. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દિવસભર તમે આનંદમાં વિતાવશો.


સિંહઃ તમારા રાશિસ્વામી સૂર્ય આજે રાશિ પરિવર્તન કરીને તમારી રાશિથી ધન ભાવમાં આવી જશે. ચંદ્રમા પંચમ ભાવમાં રહેશે. આજે તમને એવી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, જેને કારણે તમારે થોડા સમય માટે કામકાજમાં વિરામ લેવો પડશે. તમારે તમારી એકાગ્રતા વધારવી પડશે. તમે મનથી થોડા પરેશાન થશો. ચંદ્ર-શનિની યુતિ તમને નિરાશ કરી શકે છે. ધાર્મિક-આધ્યાત્મિક કાર્યોથી તમને શાંતિ મળશે. આજે તમે કામથી કામ રાખજો. જીવનસાથી સાથે ચાલી રહેલો અણબનાવ હજી વધુ વધી શકે છે. તમારે તમારી સંવેદનશીલતા અને ભાવનાઓ પર નિયંત્રણ રાખવાનું રહેશે. આજે વધુ ખર્ચ પરિવાર માટે કરવાનો આવશે. પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ-દલીલ થઈ શકે છે. નોકરીમાં આજે તમને વધુ થાક લાગશે. આજે તમને માનસિક તણાવ, બેચેની અને થાક વધુ લાગશે.


કન્યાઃ આજે સવારે સૂર્ય તમારી રાશિમાં આવી જશે. ચંદ્રમા તમારી રાશિ માટે ચોથા ભાવમાં આવી જશે. આજે તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. યાત્રા, ઘર-પરિવાર, મકાનસંબંધી કામોનું તમારા પર પહેલેથી જ દબાણ છે અને હવે કોઈ મોટું કામ હાથમાં લશો. આજે કોઈ પણ કાર્ય કરતી વખતે દ્યૈર્ય રાખજો અને વ્યવહારિક બનજો. આજે જીવનસાથી સાથેની વાતચીત દરમિયાન એ વાતનું ધ્યાન રાખજો કે તમારા તણાવનો બોજો તેમના પર ન પડે. નોકરીમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આજે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પણ માતાના અથવા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. તમને માનસિક તણાવ રહી શકે છે.


તુલાઃ આજે ચંદ્રમા તમારી રાશિથી પરાક્રમ ભાવમાં આવી જશે, પરંતુ આજથી લઈ એક મહિના માટે સૂર્ય તમારી રાશિથી બારમે આવી જશે. આજે તમે પૂરા જોશમાં રહેશો. તમારે આજે મહેનત વધુ કરવી પડશે અને બધામાં તમને સફળતા પણ મળશે. આજે તમારા સાથી, મિત્રો અથવા ભાઇ સાથે સંબંધોમાં ખટાશ આવી શકે છે. આજે તમારે પરિવાર માટે સમય કાઢવો પડશે. ઘરે કોઈ મહેમાન આવી શકે છે. જીવનસાથી સાથેના તમારા સંબંધ સારા રહેશે. આજે તમને તમારી મહેનતનું ફળ મળશે. નોકરીમાં તમારો દિવસ સારી રીતે પસાર થશે. આજે તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશો, તમારામાં માનસિક પ્રસન્નતા જોવા મળશે.


વૃશ્ચિકઃ આજે ચંદ્રમા તમારી રાશિથી વાણી, ધન અને પરિવારના ભાવમાં રહેશે. કોઈ મહત્વનું કાર્ય પૂરું કરવા માટે આજનો દિવસ તમારા માટે જરાય અનુકૂળ અને સકારાત્મક નથી. આજે ફક્ત તમારે કર્મ કરવાનાં છે, ફળની ચિંતા ન કરો. આજે તમારે વાણી પર નિયંત્રણ રાખવાનું રહેશે. પરિવારમાં આજે સુખ-શાંતિ રહેશે. અગર કોઈ કલહ ચાલતી હશે તો તમારા પ્રયાસોથી દૂર થઈ જશે. આજે તમને તમારા પરિવાર, મિત્રોનું સમર્થન મળશે, જ્યાં તમને પરેશાની થશે ત્યાં મદદ મળી રહેશે. આજે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. પરિવારની અથવા પૈસાની બાબતમાં વિવાદ-દલીલ થઈ શકે છે. આવક સામે તમારો ખર્ચ વધી જશે. નાણાં ઉધાર લેવાં પડશે. નોકરીમાં તમારે કામમાં સાવધાની રાખવાની રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય બેચેની, તણાવ અને થાકને કારણે પ્રભાવિત થઈ શકે છે.


ધનઃ આજે ચંદ્રમા તારી જ રાશિમાં રહેશે. સૂર્ય આજે તમારી રાશિથી કર્મભાવમાં આવી જશે. આજનો દિવસ તમારા માટે બહુ સકારાત્મક નહિ હોય. આજે તમને બેચેની એટલી બધી લાગશે કે દિવસ પસાર કરવો તમારા માટે ભારે સાબિત થશે. જો તમે આરામ કરશો તો તમને થોડી રાહત મળશે, ફક્ત જરૂરી કામમાં તમારે ધ્યાન આપવું. જોખમવાળું, મહેનતવાળું કામ એક-બે દિવસ માટે ટાળી દો. દરેક સ્થિતિમાં દ્યૈર્ય રાખવાનું રહેશે. આજે તમને આવકનો કોઈ નવો સ્રોત મળી શકે છે. તમારા દાંપત્યજીવનના સંબંધમાં આજે પ્રતિકૂળતા જોવા મળશે. જીવનસાથી અને વિવાદ-દલીલથી તમે આજે જેટલા દૂર રહેશો એટલું તમારા માટે સારું રહેશે. તમારે વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવાનું રહેશે. નાણાકીય સ્થિતિ આજે નબળી રહેશે. ખર્ચ વધી જશે અને પૈસા ખોવાઈ શકે છે. કામમાં મન ઓછું લાગશે. નોકરીમાં કામકાજમાં સાવધાન રાખવાની રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. સુસ્તી, થાક અને બેચેની રહેશે. આંખોમાં પીડા થઈ શકે છે.


મકરઃ ચંદ્રમા આજે સવારે તમારી રાશિથી બારમા ભાવમાં આવી જશે. આજનો દિવસ તમારે ભારે દ્યૈર્ય સાથે વિતાવવો પડશે. તમારે શાંત અને વિનમ્ર બનવાની કોશિશ કરવાની રહેશે. જો તમે જરા પણ બેદરકારી રાખી તો કોઈ વિવાદમાં ફસાઈ જશો અને પરેશાન થશો. આજે તન-મનની સુસ્તીને કારણે તમારી દિનચર્યા પ્રભાવિત થઈ શકે છે. આજે તમારા મનમાં અસુરક્ષિતતાની ભાવના રહેશે. બેઠા બેઠા તમારી પ્રવૃત્તિઓ જ પરેશાનીઓને નિમંત્રણ આપશે. આજનું તમારું આકર્ષણ ચરમસીમાએ રહેશે, બધા તમારી મિત્રતા કરવા નજીક આવવાની કોશિશ કરશે. મિત્રો સાથેના વ્યવહારમાં સાવધાન રહેવું, નહિતર મિત્રતા સમાપ્ત થઈ જશે. જીવનસાથી સાથે અકારણ અણબનાવ થઈ શકે છે. સાથી સાથે ઉદારભાવ રાખો અને વાણી પર નિયંત્રણ રાખો. તમારો આજનો ખર્ચ વધી જશે. ઓફિસનો માહોલ નિરાશાજનક રહેશે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે, માથામાં દુખાવો થશે. માનસિક તણાવ રહેશે, બ્લડપ્રેશરવાળાને સાવધાન રહેવું.


કુંભઃ આજે સવારે સૂર્યનો ગોચર તમારા માટે પડકારજનક અને પરિવર્તનકારી રહેશે. નોકરી બદલવાની, મકાન બદલવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારે નકારાત્મક વિચારોથી બચીને રહેવું પડશે. તમે આત્મ ઉન્નતિ અને આત્મવિકાસ માટે બહુ ઉત્સુક રહેશો અને આ દિશામાં તમારી ઇચ્છાશક્તિ અને ઉત્સાહથી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે તમને જીવનનાં મહત્વનાં ક્ષેત્રોમાં સફળતા મળશે. લાભ ભાવનો ચંદ્રમા તમને મોટો લાભ અપાવી શકે છે અને કેટલીક મહત્વની વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવશે. આજે તમે તમારા નોકરી-ધંધાના ક્ષેત્રમાં કોઈ મોટી છલાંગ લગાવવાની યોજનાની તૈયારી કરશો. આજે તમારા સ્વભાવની શાંતિ અને પ્રસન્નતાથી દાંપત્યજીવનમાં પ્રેમ અને આનંદ વધશે. તમારી પૈસાની સ્થિતિ સારી રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે.


મીનઃ આજે સવારે ચંદ્રમા તમારી રાશિથી કર્મભાવમાં અને સૂર્ય સાતમા ભાવમાં આવી જશે. બંને ગોચર તમારી રાશિ પર મિશ્ર અસર પાડશે. આજે તમારી મહેનત, ભાગદોડ અને સમજદારી તમને મનોવાંછિત પરિણામો અપાવવામાં સફળ રહેશે. તમે બહુ યોજનબદ્ધ ઢંગ અને દઢ સંકલ્પથી તમારાં લક્ષ્યોની દિશામાં આગળ વધશો, પરંતુ આજે તમારે કામનો વધુ બોજ સહન કરવો પડશે. જીવનને જીવનના રૂપમાં લો, નહિ કે યુદ્ધ. કામના બોજને કારણે તમે હેરાન-પરેશાન થઈ શકો છો, તમે ઘડી ઘડી ભ્રમિત થઈ જશો. આવી પરિસ્થિતિમાં તમે શાંત રહેશો તો તમારા માટે સારું રહેશે. જીવનસાથી સાથે સહજ અને વિસ્તારથી વાત કરશો તો અણબનાવ આગળ નહિ વધે. કોઈ પણ વાત સમજી-વિચારીને કરવાની રહેશે. આજે નોકરી-ધંધામાં સારી સફળતા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે, પણ સાંજે વધુ થાકી જશો.