

આજે અમદાવાદ ખાતે જમાલપુર જગન્નાથ મંદિરની 142મી રથયાત્રા નીકળી છે. આષાઢી બીજના દિવસે શહેરના અન્ય વિસ્તારોમાં પણ નાની મોટી રથયાત્રાઓ નીકળી હતી. આ પ્રસંગે શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારયણ મંદિર ખાતે પણ રથાયાત્રા કાઢવામાં આવી હતી.


મંદિર ખાતે હાજર રહેલા મહંત સ્વામીએ તમામ હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે મહંત સ્વામીએ ભગવાનનો રથ પણ ખેંચ્યો હતો.


બીજી તરફ રથયાત્રાના પ્રસંગે અમદાવાદ ખાતે હાજર રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શાહીબાગ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા.


મંદિર ખાતે બ્રહ્મવિહારી સ્વામી અને કોઠારી આત્મકિર્તી સ્વામીએ અમિત શાહનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં પૂજ્ય મહંત સ્વામી અને પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી તેમજ બીએપીએસના વરિષ્ઠ સ્વામીઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું.