

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંત દુલ્હન બન્યા બાદ ખુબજ ચર્ચામાં છે. ફાઇનલી તેનાં બ્રાઇડલ લૂકની તસવીર સામે આવી છે. રાખીએ પોતે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ તસવીર શેર કરી છે. લાલ જોડામાં સજેલી રાખી ખુબજ સુંદર લાગી રહી છે. તેણે લાલ રંગની સાડી પહેરી હતી અને ગોલ્ડન સીક્વન્સ વર્કનો બ્લાઉઝ પહેર્યો હતો.


માથા પર ટીકો.. વાળમાં ગજરો.. રાખી પરફેક્ટ દુલ્હન જેવી લાગતી હતી. આ તમામ તસવીરો રાખીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે


હવે સૌ કોઇ રાખીનાં પતિની તસવીર જોવા આતુર છે. સૌ કોઇ એકજ સવાલ પુછી રહ્યાં છે આખરે આ NRI છે કોણ? ક્યારે રાખી કપલ તસવીર શેર કરશે.


નજર ઝુકાવીને તસવીરો શેર કરતી રાખી ખુબજ સુંદર લાગી રહી છે. આ તસવીરો પર રાખીનાં ફેન્સ તરફથી તેનાં ઘણાં વખાણ થઇ રહ્યાં છે.


રાખીએ હાલમાં જ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, 'એક ઇન્ટરવ્યુંમાં જોયા બાદ તે મારો ફેન થઇ ગયો હતો. જ્યારે મને તેનાં વિશે માલુમ થયું.. તો અમારા વચ્ચે વાતચીત થઇ અને બાદમાં તે વધી.. તેને સંપૂર્ણ રીતે જાણ્યા બાદ મે જીજસને પ્રાર્થના કરી કે તેને મારો પતિ બનાવી દે. અને આ સંબંધથી મારો ભાઇ અને માતા પણ ખુશ હતાં.'


રાખીએ કહ્યું કે, તે લગ્ન બાદ વિદેશ જતી રહેશે. હાલમાં તે તેનાં વિઝાનો ઇન્તેઝાર કરી રહી છે. તે પહેલાં જ જતો રહ્યો છે. હું પણ જલદી જ જઇશ. જોકે બોલિવૂડ અને ટીવીમાં કામ માટે ભારત આવતી જતી રહીશ.


રાખી સાવંતે જણાવ્યું કે, તેનું સપનું છે કે, તે એક ટીવી શો પ્રોડ્યુસ કરે. તેનાં મુજબ લગ્ન બાદ તે આ કામ કરી શકશે.