Home » photogallery » rajkot » રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

Rajkot News: રાજકોટમાં હત્યા કે આત્મહત્યા? કેટલાક તર્કો એવા પણ સામે આવ્યા છે કે, જેના કારણે મામલો હત્યાનો નહીં પરંતુ આત્મહત્યાન હોવાનું રચાય રહ્યું છે. 

  • 17

    રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

    અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ (Krishna Travels) નામની બસમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા બી ડિવિઝન પોલીસ, કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના ખૂબ જ ભેદભરમ તેમજ રહસ્યમય હોવાથી ડીસીપી પ્રવીણ કુમાર મીણા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસની તપાસમાં મૃતકનું નામ પ્રવીણ કુમાર વાઘેલા (Pravinkumar Vaghela) હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર બનાવવાની જાણ મૃતકના પરિવારજનોને કરતા મૃતકના પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી પહોંચ્યા હતા. 

    MORE
    GALLERIES

  • 27

    રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

    બીજી તરફ જે બસમાંથી લાશ મળી આવી હતી તે બસને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. બસમાં હાજર રહેલા તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી હતી. તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. તેમજ જેટલા મુસાફરો રાજકોટ પહેલા ઉતરી ગયા હતા તે તમામની પણ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પરંતુ બીજી તરફ કેટલાક તર્કો એવા પણ સામે આવ્યા છે કે, જેના કારણે મામલો હત્યાનો નહીં પરંતુ આત્મહત્યાન હોવાનું રચાય રહ્યું છે. 

    MORE
    GALLERIES

  • 37

    રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

    ● યુવાનની કોઈએ હત્યા કરી હોય તો હત્યા કરતા સમયે શા માટે અન્ય કોઈ વ્યક્તિનું ધ્યાન ન ગયું?  ● યુવાનની કોઈએ હત્યા કરી હોય તે સમયે યુવાને શા માટે પ્રતિકાર ન કર્યો?  ● મૃતકના બાજુના સોફામાં રહેલી વ્યક્તિને મૃતકે કોઈ પ્રતિકાર કે ધમાલ કરી હોય તેનો અવાજ કેમ ન સંભળાયો? 

    MORE
    GALLERIES

  • 47

    રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

    બોટલનું ઢાંકણ મળ્યું : મૃતક પ્રવીણના સોફા પાસેથી તેમની ઉલટીના ડાઘ મળી આવ્યા છે. પ્રવીણના સોફા પાસેથી માત્ર બોટલનું ઢાંકણું મળી આવ્યું છે. બોટલ નહીં સંભવત તેને પ્રવાહી પી બોટલ બસની બહાર ફેંકી દીધી હશે. પ્રવીણ કુમાર વાઘેલા છેલ્લે ભરૂચ પાસે હોલ્ટ કરવામાં આવેલ હોટલ પાસે બસમાંથી નીચે ઉતરતા તેમજ બસમાં ચડતો દેખાયો હતો. આ સમયે અન્ય કોઈ વ્યક્તિની હલચલ પોલીસની નજરે નથી ચડી. 

    MORE
    GALLERIES

  • 57

    રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

    છેલ્લો ફોન ભાઈને કર્યો હતો : પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકે છેલ્લે ફોન પોતાના ભાઈને કર્યો હતો. પ્રવીણે પોતાના કચ્છ રહેતા ભાઈ સાથે અંદાજિત 20 મિનિટ સુધી વાત કરી હતી. ફોનમાં તેણે સુરતમાં એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. યુવતીએ કોઈક લોહાણા જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરી લીધા હોવાનું પણ તેણે ભાઈને જણાવ્યું હતું. પોતે રત્નકલાકાર હોય યોગ્ય કમાતો ન હોવાથી યુવતીએ અન્ય સાથે લગ્ન કરી લીધાનો તેને વસવસો હોવાનું પણ ભાઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. પોલીસને કહેવા પ્રમાણે પ્રવીણને તેના ભાઈ ભરતે સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 67

    રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

    બસમાંથી મૃતદેહ મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 77

    રાજકોટ બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી પ્રેમિકા વિશે વાત

    ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાંથી મૃતદેહ મળ્યો હતો.

    MORE
    GALLERIES