અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેરમાં મિત્ર દ્વારા જ મિત્ર ને લૂંટી લેવાની નું કાવતરું ઘડયું હોવાનું સામે આવ્યું છે. શહેરના રેલનગર વિસ્તારમાં હિતેશ ભાઈ મુંગરા નામના ફરિયાદીને માર મારી તેમને પહેરેલા સોનાની ઘડિયાળ તેમજ સોનાના કડાની ધાડ પાડવામાં આવી છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા પાંચ જેટલા આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કે એક આરોપીની શોધખોળ શરૂ છે.
રાજકોટ શહેરમાં મિત્ર દ્વારા જ મિત્ર ને લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં મનોહરસિંહ જાડેજા દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી કે હિતેશ ભાઈ ગોરધનભાઈ મુંગરા નામનો વ્યક્તિ 18 તારીખના રોજ બેડી ચોકડી પાસે આવેલ રામાપીરના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારે હિતેશભાઈની સાથે તેનો મિત્ર શાહરૂખ પણ તેની સાથે હતો.
ત્યારબાદ હિતેશને ઢીકા પાટુંનો માર મારી ધાડ પાડી લૂંટ ચલાવી હતી. હિતેશે હાથમાં પહેરેલી સોનાની ઘડિયાળ તેમજ સોનાનું કડું લૂંટી આરોપીઓ નાસી ગયા હતા. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસને ફરિયાદ મળતાં જ ફરિયાદીને સાથે રાખી તેમજ ફરિયાદીના મિત્ર શાહરૂખની પુછપરછ કરતા તેણે પોતે લૂંટ કરીને નાસી જવાનું કાવતરુ રચેલું હોવાનું જણાવ્યું હતું.
જ્યારે કે એક આરોપીની શોધખોળ હજુ પણ શરૂ છે. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા લૂંટમાં ગયેલ 4.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા 393, 323, 506 (2), 504, 120(બી) તેમજ જીપી એક્ટ ની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઝડપી પાડેલ સરફરાજ અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં ઝડપાઇ ગયેલ છે. જ્યારે કે સદામ અમીનભાઇ પરમાર નામનો આરોપી ભૂતકાળમાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે પોલીસ દ્વારા હાલ અલ્તાફ તનુભાઈ શેખ નામના આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.