આ લોકો પુરી તળવા માટે પામોલિન દાઝિયા તેલનો ઉપયોગ કરે છે. જેનાથી રોગચાળો ફેલાઈ છે અને સ્વાસ્થયને પણ નુકસાન પહોંચે છે. સમગ્ર મામલે RMCના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે દાઝિયા તેલને કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. જેને લઇને હ્રદયને લોહી પહોંચાડતી નડીઓ બ્લોક થઈ શકે છે અને જે આગળ જતાં હાર્ટ એટેકને નોતરી શકે છે.
પાણી ખાટું કરવા માટે આ લોકો લીંબુનો નહિ પણ લીંબુના ફુલનો ઉપયોગ કરે છે.લીંબુના ફૂલ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. ડૉ જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે લીંબુના ફુલ વાળી વસ્તુ આરોગવાથી એસિડિટી અને આંતરડાનાં રોગ થઈ શકે છે. જો કે ઘણી વખત RMCના અધિકારીએ પણ આવા પાણીપુરી વેચતા લોકોને અપીલ કરી છે કે તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરે.