મુનાફ બકાલી, રાજકોટઃ વ્યાજખોરો (Usurers) સામે શિકંજો કસવાના સરકારના કાયદાઓની (Government law) પરવા કર્યાં વિના વ્યાજખોરોને આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેતપુરના ખજૂરી ગુંદાળાં (Khajuri Gundala) આધેડે રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં બાદ પણ માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને આધેડે ઝેરી દવા પી આપઘાત (suicide) કરી લીધો હતો. તેમને મરવા મજબૂર કરવા સબબ સૂસાઈડ નોટનાં આધારે પોલીસમાં ફરિયાદ નોંધાતા જેતપુર શહેર તેમજ તાલુકા પંથકમાં ચકચાર જાગી છે.
જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામમાં રહેતા અને જેતપુરમાં ગોપાલભાઈ બુટાણી એ તારીખ 1ના રોજ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં આવેલા કારખાના પાસે ઝેરી દવા પી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ગોપાલભાઇ ઘુસાભાઇ બુટાણીના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જેતપુરના મહિલા કાંગ્રેસ અગ્રણી સહિત 12 શખ્સો પાસેથી રૂપિયા લીધા બાદ તમામને ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપી ત્રાસ દેતા હોવાથી અને બળજબરીથી ખેતીની જમીન લખાવી લેવા અને ટ્રેકટર પડાવી લેવા પ્રયાસ થતા હોવાથી કંટાળીને આપઘાત કર્યાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું.
મૃતક ગોપાલભાઇ બુટાણીએ ધંધામાં પૈસાની જરૂર પડતા કોંગ્રેસ મહિલા અગ્રણી પાસેથી એક લાખ લીધા હતા તે રકમ તેમને ચુકવી દીધી હતી. મુન્નો અને રાજુભાઇ પાસેથી બે લાખ લીધા હતા તે આપી દીધા હોવા છતા અડતાલીસ લાખની માગણી કરી જમીન લખી આપવા ધમકી દેતા હતા. જયરાજ વાંક પાસેથી 3 લાખ લીધા હતા. તે પેટે જયરાજ વાંકના સાળાને બે લાખ આપી દીધા હતા તેમ છતાં ગાડીની બુક ન આપી વધુ ચાર લાખની માગણી કરી હતી.