રાજકોટ: રાજ્યમાં દરરોજ અકસ્માત (Accident)ની અનેક ઘટનાઓ બનતી હોય છે. 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અકસ્માતના બે બનાવ (Road accidents)માં ત્રણ આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા છે. ઉપલેટા (Upleta) નજીક થયેલા અકસ્માતમાં કારે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના બોનેટના ભાગમાં બાઇક ફસાઈ ગયું હતું. આ બનાવમાં એક યુવકનું ઘટનાસ્થળે અને એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.