અંકિત પોપટ, રાજકોટ: આપણે ત્યાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે, છતાં દિવસેને દિવસે સ્ત્રીઓ પર અત્યાચારના બનાવોમાં સતત વધારે જોવા મળી રહ્યો છે. સ્ત્રીઓ પર થતા અત્યાચાર (Domestic violence)ની બે ઘટના રાજકોટ શહેર (Rajkot)ના બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશન (Rajkot mahila police station)માં નોંધાયેલી ફરિયાદ મુજબ સાસરિયાઓએ પુત્રવધૂને વળગાડ છે કહી અગરબત્તીના ડામ આપ્યા હોવાની તેમજ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ (Dowry) ધારા હેઠળની ફરિયાદ નોંધાઇ છે. બીજી ફરિયાદ રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન (Malaviyanagar Police station- Rajkot)માં નોંધાઈ છે. ફરિયાદ અંતર્ગત પત્નીએ દારૂ પીવાના પૈસા નહીં આપતા પતિએ ગાળો ભાંડી મારપીટ કરી હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી ભાગ્યશ્રી સોઢાએ પોતાના પતિ તેમજ સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ દહેજ ધારા હેઠળની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે 19 નવેમ્બર, 2018ના રોજ તેના લગ્ન વીરભદ્રસિંહ સોઢા સાથે થયા હતા. લગ્નના પાંચેક દિવસ બાદ જ મારા સાસુએ મારી પાસે રહેલા દાગીના ઉતરાવી લીધા હત. સાથે જ તારા બાપે કરિયાવરમાં કઈ જ આપ્યું નથી તેવા મ્હેંણા ટોંણા પણ માર્યા હતા. નણંદ પણ પહેરામણી બાબતે મ્હેંણા ટોંણા મારતી હતી. ભૂતકાળમાં મારા માસીજીએ મને વળગાડ છે તેમ કહી મને અગરબત્તીના ડામ પણ દીધા હતા.