રાજકોટ: રાજકોટ શહેર (Rajkot city)માં એક અજીબો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં મંગેતર (Fiance)ની નજર સામે જ ભાવિ પત્ની એટલે કે તેની વાગ્દત્તા (Fiancee)નું મોત થયું છે. સગાઈ થઈ ગઈ હોવાથી યુવક અને યુવતી બાઇક પર સફર માટે નીકળ્યા હતા. આ દરમિયાન જ એક કાળમુખા ટ્રકે ટ્રાફિક સિગ્લન (Traffic signal) પર બાઇક પર સવાર આ યુગલને ટક્કર મારી હતી. અકસ્માતના આ બનાવમાં યુવતીનું નિધન થયું છે. જ્યારે યુવકને ઈજા પહોંચી છે. લગ્ન પહેલા જ યુગલ ખંડિત થતા બંનેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારનું કહેવું છે કે તેમની દીકરી દ્રષ્ટિ ખૂબ જ મળતાવડા સ્વભાવની હતી. આથી જ તે જ્યાં પણ જતી, ત્યાં લોકોને પોતાના બનાવી લેતી હતી. પોલીસે આ મામલે મૃતકની મંગેતરની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
રાજ વાઘેલા નામના યુવક સાથે દોઢ વર્ષ પહેલાં તેની સગાઈ થઈ હતી. દ્રષ્ટિ ખૂબ જ હસમુખી અને મળતાવડા સ્વભાવની હોવાના કારણે તે જ્યાં જતી ત્યાં લોકોને પોતાના બનાવી લીધી હતી. બીજી તરફભાવિ પુત્રવધુનું મોત નિપજતા વાઘેલા પરિવાર શોકમાં ગરકાવ થઇ ચૂક્યો છે. પરમાર પરિવારને પણ પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે.