મુનાફ બકાલી, જેતપુર : સમાજ અને કુટુંબ જયારે પ્રેમનું દુશ્મન થાય ત્યારે તે દુશ્મની લાંબો સમય ચાલે છે અને તેમાં યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જાય છે, આવી જ એક ઘટના છે ઉપલેટાની કે જ્યાં પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા અને તેનો પરિવાર તેનો અને તેના સાસરી વાળાનો દુશમન બની બેઠો અને દીકરીના સાસરી વાળાને મારવા માટે 50 હજારની સોપારી આપી. કોણ છે આ પ્રેમના દુશ્મનો કોણે કરાવ્યો દીકરીના સાસરીવાળા ઉપર હુમલો જોઈ એ આ રિપોર્ટમા .
ઉપલેટાના ડુમિયાંણી ગામમાં એક ઘટના બની કે જેમાં ગામના રહેવાસી એવા ભુપતભાઇ મોહનભાઇ ઉપર વાંકાનેરનાં 3 અને ડુમિયાંણી ગામના 1 વ્યક્તિ એ હુમલો કરીને પગ ભાંગી નાખ્યા અને ઉપલેટા પોલીસમાં ફરિયાદ થઇ જેની તપાસમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. વાતછે ઉપલેટા તાલુકાના ડુમિયાંણી ગામની. આજ થી 2 વર્ષ પહેલા ડુમિયાંણીમાં રહેતા જીગ્નેશ અમૃતિયાને ડુમિયાંણીમાં જ રહેતી મનીષા રાજેશભાઈ મણવરની સાથે પ્રેમ થયો હતો, જીગ્નેશના ઘરેથી આ પ્રેમ સબંધ માટે કોઈ વાંધો નહતો પરંતુ જેમ ફિલ્મમાં હોય છે તેવી રીતે જ છોકરીના પિતાને આ પ્રેમ સબંધથી વાંધો હતો આમ છતાં જીગ્નેશ અને મનીષાએ કોર્ટમાં જઈ ને લગ્ન કરી લીધા હતા અને તેઓ ડુમિયાંણી છોડીને મોરબી રહેવા જતા રહ્યા હતા.
દીકરી મનીષાએ પ્રેમ લગ્ન કરતા પિતા રાજેશ મણવર ગુસ્સે ભરાયો હતો અને દીકરીના સાસરી વાળાને ધમકી પણ આપી હતી કે હું તમને મારી નાખીશ, તમારા ટાંટિયા ભાંગી નાખીશ. આ વાત અને લગ્નને 2 વર્ષ જેવો સમય વીતી ગયો હતો અને એવું લાગતું હતું કે હવે મામલો થાળે પડી ગયો છે ત્યારે લોકડાઉન અને કોરોનાને લઈને જે સ્થિતિ આવી તેને લઈને પ્રેમ લગ્ન કરનાર જીગ્નેશ અને મનીષા ફરી ડુમિયાંણી આવ્યા હતા.
ઉપલેટા પોલીસે હુમલા ખોરોની તપાસ કરતા હુમલા ખોર મારુતિ ઇકો કાર GJ 36F 4998 માં હુમલાખોર આવ્યા હતા અને ભુપતભાઇ ઉપર હુમલો કર્યો હતો. ઉપલેટા પોલીસે તપાસ કરતા ઇકો કાર વાંકનેરની હતી અને ત્યાંથી તેનો કબ્જો કર્યો હતો. સાથે બે હુમલા ખોરને પણ પકડી પડેલ હતા જેમાં ઉપલેટાનો રહેવાસી અને હાલ વાંકાનેર માં રહેતો આફતાબ મજીદ ખલિફા ઉર્ફે મુન્નો પંચરવાળો, વાંકાનેરનો રહેવાસી એવો હુસેનખાન યુસુફખાન અફરેજી ઉર્ફે ભયું પઠાણ અને અન્ય વાંકાનેરનો રહેવાસી એવો બિસ્મિલ અકબર દીવાનની ઘર પક્કડ કરવામાં આવી હતી.
આ 3 સાથે મુખ્ય આરોપીઓને સોપારી આપનાર દીકરીના પિતા રાજેશ કુરજીભાઈ મણવરની ઉપલેટા પોલીસે પકડી પડેલ હતા અને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરેલ છે. વાલે કર્યા છે, હાલ તો 3 જેટલા ભાડુતી હુમલાખોરોને સોપારી લેવી મોંઘી પડી ગઈ છે અને ઉપલેટા પોલીસનો મસાલો ખાઈ રહ્યા છે જયારે રાજેશ મણવર ત દીકરી નું સુખ નહિ જોઈ શકતા અને તેનો સંસાર વિખવા જતા પોતે જેલ ભેગો થઇ ગયો છે.