રાજકોટ: રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. અકસ્માતમાં બાઇક પર સવાર શૈલેસ નિતેશભાઈ ગોહેલ અને સુજેલ રૂપેશભાઈ ગોહેલના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. બંને મૃતકોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.