રંગીલા રાજકોટમાં જો તમે એરપોર્ટ રોડ તરફ જશો તો ત્યાં જાહેર દિવાલો પર વિશેષ પ્રકારનાં 3D ચિત્રો જોવા મળેશે. હા, આ સાચી વાત છે. ચિત્રનગરી પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટમાં એરપોર્ટ રોડ પર કલાકારો દ્વારા રાજકોટ શહેરમાં સૌ પ્રથમવાર 3D ચિત્રો દોરવામાં આવ્યા છે. 15 કલાકારો દ્વારા આ વિશેષ પ્રકારના ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર હવે ચિત્રનગર તરીકે પણ ઓળખાય છે. કેમ કે, સ્થાનિક ટ્રસ્ટ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચિત્રનગર નામનો પ્રોજક્ટ લોંચ કરવામાં આવ્યો હતો. જેમાં કલાકારોએ સ્વંયસેવક તરીકે કામ કરી, શહેરના તમામ જાહેર રસ્તાઓ પર આવતી દિવાલો પર સમાજને વિશેષ સંદેશ આપતા ચિત્રો દોર્યા હતા. કલાકારોએ જણાવ્યુ કે, હજુ બીજા 3D ચિત્રો રાજકોટમાં બનાવવામાં આવશે. મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા ચિત્રનગરનો પ્રોજેક્ટ લોંચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટમાં 11,000થી વધુ ભિંતચિત્રો દોરવામાં આવ્યા છે. રાજકોટ શહેર હવે ચિત્રનગર તરીકે પણ ઓળખાય છે. કલાકારોએ જણાવ્યુ કે, હજુ બીજા 3D ચિત્રો રાજકોટમાં બનાવવામાં આવશે.