Home » photogallery » rajkot » રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, ઑનલાઇન અભ્યાસમાં બાળકો પોર્નના રવાડે ચડ્યા!

રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, ઑનલાઇન અભ્યાસમાં બાળકો પોર્નના રવાડે ચડ્યા!

Department of Psychology, Saurashtra University: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા છેલ્લા દોઢ મહિનાથી એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

  • 14

    રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, ઑનલાઇન અભ્યાસમાં બાળકો પોર્નના રવાડે ચડ્યા!

    અંકિત પોપટ, રાજકોટ: એક તરફથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ટૂંક સમયમાં જ મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સીન આવશે તેવી જાહેરાત કરી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન (Department of Psychology, Saurashtra University-Rajkot)ના અધ્યાપકો દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. કોરોના બાદ ઑનલાઇન અભ્યાસના નામે બાળકો પોર્ન સાઇટ જોવાના રવાડે ચડી ગયા હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. 

    MORE
    GALLERIES

  • 24

    રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, ઑનલાઇન અભ્યાસમાં બાળકો પોર્નના રવાડે ચડ્યા!

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા છેલ્લા દોઢ મહિનાથી એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વેમાં કોરોના સમયમાં બાળકોમાં મોબાઇલના ઉપયોગ કરવાનો વ્યાપ કેટલો વધ્યો છે? મોબાઇલના ઉપયોગ સમયે બાળકો મોબાઇલમાં કેટલા સમય માટે ગેમ્સ રમે છે? કેટલા સમય માટે સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરે છે? અન્ય સાઇટનો કેટલો ઉપયોગ કરે છે? તે તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી. સર્વે માટે એક સેમ્પલિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. આ માટે એક WhatsApp ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલી માતાઓને એડ કરવામાં આવી હતી. આ ગ્રુપમાં કોઈ પણ માતાને જાણ ન થાય તે પ્રકારે વાતચીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ઑનલાઇન અભ્યાસ કરતા સમયે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરે છે.

    MORE
    GALLERIES

  • 34

    રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, ઑનલાઇન અભ્યાસમાં બાળકો પોર્નના રવાડે ચડ્યા!

    મનોવિજ્ઞાન ભવન દ્વારા સેમ્પલિંગ માટે જે WhatsApp ગ્રુપ બનાવવામાં આવ્યું હતું તે ગ્રુપમાં પણ એક મહિલાએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, માતાપિતા બંને નોકરી કરતા હતા. આથી બાળકને સમય ફાળવી નહોતા શકતા. આથી બાળક સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતું હતું. અચાનક મોબાઈલ તેની માતાના હાથમાં આવ્યો અને તેમણે અમુક સાઇટ્સ જે વારંવાર મોબાઈલમાં ઓપન થતી હતી તે જોયું હતું. માતાને જાણવા મળ્યું કે બાળક અમુક પોર્નસાઈટના રવાડે ચડી ગયું હતું. શાંતિથી વાતચીત અને કાઉન્સેલિંગના સેશનમાં જાણવા મળ્યું કે જ્યારે કોઈ બીજી એપ્લિકેશન શરૂ હોય ત્યારે અમુક જાહેરાતો આવતી હતી અને એ જાહેરાતોમાં જે રિકવેસ્ટ આવતી હતી. એ રિક્વેસ્ટ બાળકે સ્વીકાર્યા બાદ બાળક અમુક વીડિયો અને ફોટો જોવા લાગ્યું હતું.

    MORE
    GALLERIES

  • 44

    રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, ઑનલાઇન અભ્યાસમાં બાળકો પોર્નના રવાડે ચડ્યા!

    બાળકો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ ટાળે અને સોશિયલ મીડિયાનું વ્યસન ઓછું થાય તે ખૂબ જરૂરી છે. સાથોસાથ માતા-પિતાની પણ એટલી જ ફરજ બને છે કે તેઓ પોતાના સંતાનોને મોબાઇલ ફોન તેમજ સોશિયલ મીડિયા તેમજ નેટવર્કિંગ સાઈટના ફાયદા અને ગેરફાયદા સારી રીતે સમજાવે.

    MORE
    GALLERIES