અંકિત પોપટ રાજકોટ: શહેરમાં વધુ એક વખત BRTS રૂટની રેલિંગ સાથે કાર ધડાકાભેર અથડાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં 150 ફૂટ રોડ પર રાત્રીના બે વાગ્યા આસપાસ વ્હાઈટ કલરની swift કાર પુરપાટ ઝડપે બીઆરટીએસ રૂટ ની રેલિંગ સાથે અથડાઈ હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં પણ પેદા થઇ ગઇ છે. જે સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે રોડની ડાબી બાજુ કેટલાક લોકો ફૂટપાથ પર સૂતેલા નજરે પડી રહ્યા છે.
સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા swift કાર ચાલક વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2021માં જાણીતા ઉદ્યોગપતિ અને સાયકલ ચલાવવાના શોખીન વિજય ભાઈ સોરઠીયા વહેલી સવારે સાઇકલ ચલાવી રહ્યા હતા. આ સમયે એક કાર ચાલકે તેમને હડફેટે લીધા હતા.