અંકિત પોપટ, રાજકોટ: શહેરમાં રેરેસ્ટ ઓફ રેર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. પોતાની પત્ની સાથે સંભોગ કરી રહેલા પતિના વધુ પડતા જુસ્સામાં શારીરિક સંબંધ બાંધવાના કારણે ઇન્દ્રિયના ભાગે ફ્રેક્ચર થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રતીક અમલાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં પીનાઈલ ફ્રેક્ચરનો એક કેસ સામે આવ્યો છે. જે અંતર્ગત 35 વર્ષીય યુવાન પોતાની પત્ની સાથે સંભોગ માણી રહ્યો હતો તે દરમિયાન વધુ પડતાં આવેગના કારણે તેનું શિશ્ન યોનીની ઉપરના હાડકા સાથે અથડાતા તેનું ફ્રેક્ચર થયું હતું.
જ્યારે પતિનું શિશ્ન તેની પત્નીના યોનીના ઉપરના હાડકા સાથે અથડાયું ત્યારે પતિનું શિશ્ન કડાકાના અવાજ સાથે વળી ગયું હતું અને તેને સોજો પણ ચડી ગયો હતો. પતિને અસહ્ય દુખાવો ઉપડતા તાત્કાલિક અસરથી તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના શિશ્નમાં ફેક્ચર થયું હોવાના કારણે તાત્કાલિક અસરથી ઓપરેશન કરવું ફરજિયાત હતું. જેના કારણે દંપતિની સહમતીથી યુવાનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.