અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot city) મહિલા પોલીસ (woman police) અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હોટલ પાર્ક ઈન (hotel parkinn) ખાતે દરોડો પાડી સેક્સ રેકેટ (sexracket) ચલાવતી મહિલા સહિત હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ (three people arrested) કરી છે. જ્યારે કે ભોગ બનનાર બંગાળી મહિલાને તેમજ એક સગીરાને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી છે.
કલ્કિ નામના એનજીઓને માહિતી મળી હતી કે, રાજકોટ શહેરની સદર બજાર ખાતે આવેલ હોટલમાં છેલ્લા બે મહિનાથી મેરઠની એક સગીરા સંતોષ નામના વ્યક્તિ સાથે રોકાયેલી છે. જે માહિતી એનજીઓ દ્વારા સૌપ્રથમ સમાજ સુરક્ષા વિભાગને આપવામાં આવી હતી. ત્યારબાદ સમાજ સુરક્ષા વિભાગના એનજીઓના સભ્યો મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ત્યારબાદ એનજીઓ સમાજ સુરક્ષા વિભાગ અને મહિલા પોલીસ દ્વારા સદર બજાર ખાતે આવેલ હોટલ પાર્ક ઈનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કામગીરી ચારથી પાંચ કલાક ચાલી હોવાનું સામે આવ્યું હતું. એનજીઓએ આપેલ માહિતી સાચી ઠરી હતી, હોટલમાંથી સંતોષ નામની વ્યક્તિ નહોતી મળી આવી પરંતુ 16 વર્ષીય સગીરા ચોક્કસ મળી આવી હતી. ત્યાર બાદ સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ માં મોકલવામાં આવી છે.