Home » photogallery » rajkot » ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો, જુઓ - કેટલો મોટો છે તેનો બિઝનેસ

ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો, જુઓ - કેટલો મોટો છે તેનો બિઝનેસ

આ સમાન્ય દેખાતો વ્યક્તિ છે ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર, નાના મોટા બુટલેગર તો જોઈને જ ઓળખી ગયા હશે. તેના બિઝનેસનો આંકડો જોઈ તમારી પણ આંખો પહોંળી થઈ જશે.

  • 14

    ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો, જુઓ - કેટલો મોટો છે તેનો બિઝનેસ

    મુનાફ બકાલી, રાજકોટ : ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે, પરંતુ દરેક ગામમાં દારૂ તો મળી જ જાય છે, એ પણ ઘરે બેઠા, અને આ દારૂ પૂરો પાડનાર નાના મોટા બુટલેગરો હોય છે અને તેને અવારનવાર આપણે પોલીસના જાપતામાં જોતા હોય છે, ત્યારે આ બધા નાના મોટા બુટલેગરોને દારૂ પૂરો પાડનાર હોલસેલનો મોટો બુટલેગર જેતપુર ડીવીઝનના જામકંડોરણા પોલીસે પકડી પાડ્યો છે. કોણ છે આ બુટલેગર? કેટલા ગુના છે? કેવડો મોટો છે દારૂનો ગેરકાયદેસર ધંધો? તો જુઓ તમામ માહિતી.

    MORE
    GALLERIES

  • 24

    ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો, જુઓ - કેટલો મોટો છે તેનો બિઝનેસ

    પોલીસ જાપ્તામાં દેખાય રેહેલ છે તે કોઈ સામાન્ય વ્યક્તિ કે સામાન્ય ગુનેગાર નથી, તેને તમે કદાચ નહીં ઓળખતા હો, પરંતુ હા દારૂના શોખીનો અને દારૂના નાના બુટલેગરો તેને ખુબજ સારી રીતે ઓળખતા હશે. જીહાં આ છે સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો મોટો દારૂનો બુટલેગર ધીરેન કારિયા. પ્રથમ દ્રષ્ટિએ શિક્ષિત, અને સારા ઘરનો વેપારી લાગતો આ શખ્સ મોટો સાતિર અને રીઢો ગુનેગાર છે, જેતપુરમાં પોલીસે કરેલ એક દારૂની રેડમાં આ સાતિર પકડાયો છે અને હાલ ધોરાજી પોલીસની કસ્ટડીમાં છે. તપાસ હેઠળ ASP અને તેમની ટિમને મળેલી બાતમીના આધારે, જેતપુરની બાપુની વાડીમાં રેડ કરતા અહીં આવેલ પંચદેવ કૃપા નામના મકાનમાંથી 550 પેટી વિદેશી દારૂ, એટલે કે, 22 લાખ 47 હજાર 800ની કિંમતનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો.

    MORE
    GALLERIES

  • 34

    ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો, જુઓ - કેટલો મોટો છે તેનો બિઝનેસ

    કેટલો મોટો દારૂનો વેપારી છે તેની એક ઝલક - આ લિસ્ટેડ બુટેલગર ધીરેન કારિયાનો ગેરકાયદેસર દારૂનો ધંધા કેવડો મોટો છે, તે આ પોલીસે રેડ પરથી લગાવી શકાય છે. પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં અલગ-અલગ જગ્યાએ જે રેડ કરી છે, તેની એક માત્ર ઝલક જ કાફી છે. આ ધીરેન કારિયાના ગેરકાયદેસર દારૂના ધંધાની પોલીસે 2018 થી લઇને 2021 સુધી ત્રણ વર્ષમાં જે દારૂની રેડ કરી છે અને જેમાં આ ધીરેન કારિયાનું નામ ખુલ્યું છે તેની ઝલક જોઈએ. ત્રણ વર્ષમાં વિવિધ પોલીસ દ્વારા જે દારૂ પકડી પાડવામાં આવ્યો તેનો સરવાળો કરો એટલે 3 કરોડ 61 લાખ 2 હજાર 480 રૂપિયા થાય. આ રીઢા અને સાતિર બુટલેગરનો જે દારૂ પકડાયો, તેના આંકડા જ કોઈ મોટો ધંધાદારી હોય તેવા છે. જોવા જઈ તો દર વર્ષના હિસાબે આ ધીરેન કારિયાનો સરેરાશ એક કરોડ રૂપિયાનો દારૂ તો પોલીસ રેડમાં પકડાઈ ગયો છે.તો પ્રશ્ન એ થાય કે આ બુટલેગરનો નહીં પકડાયેલ અને પ્યાસીઓ સુધી પોહોંચી ગયેલ દારૂની કિંમત કેટલી હશે? સાથે સાથે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના પ્રવેશથી છેક સૌરાષ્ટ્ર એટલે કે પુરા ગુજરાતમાં એક છેડાથી બીજા છેડા સુધી તેનો દારૂ કેમ પોહોચાડે છે? તે તપાસનો વિષય છે.

    MORE
    GALLERIES

  • 44

    ગુજરાત અને સૌરાષ્ટ્રનો મોટો બુટલેગર ઝડપાયો, જુઓ - કેટલો મોટો છે તેનો બિઝનેસ

    કેવો છે ગુનાહિત ઈતિહાસ? - ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો, આ સાતિર ઉપર 30 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે, જેમાં મોટાભાગના દારૂના જ છે, અને સાથે અન્ય 6 થી 7 મારા મારીના ગુના પણ છે. ગુજરાતમાં દારૂની બદીને હટાવાવ માટે સરકારે વધુ કડક કાયદા બનવવા પડે તેવી સ્થિતિ છે.

    MORE
    GALLERIES