હરીન માત્રાવાડિયા, રાજકોટ : દારૂની હેરાફેરી માટે બૂટલેગરો (Bootlegger) ગજબના કીમિયા કરતા હોય છે. સામાન્ય રીતે કારમાં દારૂ (Country Made Liquor)ની હેરાફેરી માટે ચોરખાના બનાવવામાં આવતા હોય છે. રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરીનો એક ગજબનો કીમિયો (Trick)સામે આવ્યો છે. જેમાં કારમાં રહેલા ગેસના બાટલા (PNG Gas Bottle)માં અલગ અલગ ખાના બનાવીને તેમાં દારીની હેરાફેરી કરવામાં આવતી હતી. આ મામલે પોલીસે (Rajkot LCB Police) એક વેપારીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. રાજકોટ શહેર બાદ જિલ્લામાંથી પણ પોલીસ દારૂના જથ્થાને હેરાફેરી રોકવામાં સફળ રહી છે. રાજકોટ એલસીબી પોલીસે વીરપુર સિવિલ હૉસ્પિટલ પાછળથી હોન્ડા સીટી કારમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારની ડેકીમાં રહેલી ગેસની ટાંકીમાં અલગ-અલગ ખાના બનાવી તેમાં દારૂની બોટલો સંતાડી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.
રાજકોટ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે યાત્રાધામ વીરપુરની સિવિલ હૉસ્પિટલના પાછળના ભાગમાં એક હોન્ડા સીટી કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે કારની તલાસી લીધી હતી. પહેલી નજરે તો પોલીસને પણ દારૂનો જથ્થો જોવા મળ્યો ન હતો. પરંતુ પોલીસે ઝીણવટથી તપાસ કરતા દારૂ સંતાડવાનો એક ગજબનો કીમિયો સામે આવ્યો હતો.
કારના ચાલકે કારની પાછળ આવેલી ગેસ કીટની ખાના બનાવી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે હોન્ડા સીટી કાર સાથે દારૂની હેરાફેરી કરતા જામજોધપુર તાલુકાના નંદાણા ગામના અને હાલ વીરપુર રહેતા ધર્મેશ ઉર્ફે ધમાને ઝપડી પાડ્યો છે. પોલીસે કારમાં ચોરખાના બનાવી તેમાં સંતાડેલો 40 બોટલ દારૂ પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.