આ અંગે ગીર ગૌજતન સંસ્થાના માલિક રમેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યુ હતુ કે, ‘આ રજવાડી નંદી 42 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ મારું ઇન્વેસ્ટમેન્ટ છે. ગીર ગૌજતન સંસ્થાના માધ્યમથી સો જેટલા પરિવારને રોજગારી મળી રહી છે. તેનું કારણ છે સારી પ્રજાતિની ગાય. પરંતુ આ નંદી લેવાનું કારણ આ સંસ્થામાં રહેલી 250 જેટલી ગાયોને આગળના સમયમાં વાછરડા અને વાછરડીની ઉત્તમ ઓલાદ તૈયાર થાય. જેથી તેમની નસલના ભાવ સારા આવે. પાંચ વર્ષમાં આ નંદીની કિંમત કરતાં દસ ગણું વળતર મળી રહેશે તેવું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.’
ગીર ગૌજતન સંસ્થાના માલિક રમેશભાઈએ આ સંસ્થા માટે 1100 જેટલી ગાયોનું હર્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યુ છે. તેમજ વાછરડાને નંદી બનાવી લોકો ખરીદી કરી શકશે અને સારું વળતર મળશે. આ નંદીના માધ્યમથી ગૌવંશના ઉત્પાદનમાં વાછરડી ઉત્પન્ન થશે તો તે રોગપ્રતિકારક શક્તિ અને વિવિધ પ્રકારની દૂધવાળી તૈયાર થશે. તેમાંથી પણ આગામી સમયમાં સારું વળતર મેળવી શકાશે.