મુનાફ બકાલી, રાજકોટઃ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરમાં ફરી એકવાર જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. થોડા દિવસો પહેલા જેતપુરના (Jetpur) જેતલસર ગામમાં (Jetalsar village) એક શંકી એક તરફી પ્રેમીએ સગીરાને જાહેરમાં છરીના 28થી વધુ ઘા મારીને રહેસીં નાંખી હતી ત્યારે આજે રવિવારે હોળીના (holi day) દિવસે ફરી લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેતપુરમાં બજાર વચ્ચે જ સંબંધોનું ખૂન થયું હતું. એક ભાઈએ જ બીજા ભાઈ ઉપર (brother killed brother) કાતર વડે હુમલો કરીને પતાવી લીધો હતો. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. અને સ્થાનિ લોકોના ટોળા એકઠાં થયા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધી હતી.