હરિન માત્રાવાડિયા, રાજકોટ : સોશિયલ મીડિયાની (Social media) ઉપયોગીતા સામે તેનો દૂર ઉપયોગ પણ વધ્યો છે. રાજકોટ માં સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ (Instagram) એપ્લિકેશનનો દૂર ઉપયોગ (Cyber crime in rajkot) કરી સગીરાઓ પાસેથી પૈસા પડાવવાની અનોખો કિસ્સો સામે આવ્યો છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેક (Fake instagram id) આઇડી બનાવી સગીરાને પોતાની વાતોની જાળમાં ફસાવી સગીરાના બીભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તોડ કરવાનો પ્રયાસ કરનારા ચોટીલાના હોટલ માલીકના પુત્ર અને તેના મિત્રને સાયબર સેલની ટીમે પકડી લીધા છે.
પોલીસે બંન્ને વિરૂધ્ધ આઇપીસી પોકસો એકટ તથા આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી હતી. પકડાયેલા યશ અને મીહીર હોસ્ટેલમાં રહી સાથે અભ્યાસ કરતા હતા તેથી બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. જેમાં યશ બાંભણીયા હોટેલ માલીકનો પુત્ર છે. બંન્નેનો અભ્યાસ પુર્ણ થતા બંન્ને છુટા પડયા બાદ પણ ફોનમાં કોન્ટેકટ રહેલો હતો.
કોઇ વખત યશ કોલીંગ કરતો ત્યારે સગીરા સાથે યુવતીનો અવાજ કાઢીને વાતો કરતો હતો. આ બંન્ને શખ્સ જબરજસ્તી રીલેશન રાખવા માટે સગીરાને હેરાન-પરેશાન પણ કરતા હતા. હાલતો પોલીસે બંને ની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે અને સાથેજ આ બંને શખ્સો એ અન્ય કેટલી સગીરાઓ કે યુવતીઓને પોતાની જાળમાં ફસાવી છે અને સાથે જ બંને ના બેન્ક એકાઉન્ટ ની પણ તપાસ કરવામાં આવશે.