Home » photogallery » rajkot » રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ!

રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ!

Rajkot coronavirus cases: મંગળવારે સવારથી જ સિવિલ નજીક આવેલા ચૌધરી ગ્રાઉન્ડમાં 100 કરતા વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન જોવા મળી હતી.

विज्ञापन

  • 15

    રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ!

    હરિન માત્રાવાડિયા, રાજકોટ: રાજકોટમાં કોરોના (Rajkot coronavirus cases) દર્દીઓની દયનીય સ્થિતિનો ચિતાર આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ (Rajkot chaudhary high school ground)માં હૉસ્પિટલમાં દાખલ થવાની રાહ જોઈ રહેલા દર્દીઓના પરિવારજનો આવી રીતે સારવાર કરવા માટે મજબૂર બન્યા છે. અહીં એક દર્દીને ગઈકાલ રાતથી સિવિલ હૉસ્પિટલ (Rajkot covid hospital)માં બેડ નથી મળ્યો. આથી પરિવારજનો ઘરેથી ખાટલો લાવીને આવી રીતે ગ્રાઉન્ડમાં દર્દીને સારવાર આપી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ!

    આજે સવારથી જ સિવિલ નજીક આવેલા ચૌધરી ગ્રાઉન્ડમાં 100 કરતા વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન જોવા મળી હતી. કોરોનાના વધતા જતાં કહેરને લઈને રાજકોટના ખાનગી હૉસ્પિટલનાં તમામ બેડ અત્યારે ફૂલ થઈ ગયા છે. સિવિલ હૉસ્પિટલમાં પણ દર્દીઓને સારવાર માટે હવે ખૂબ રાહ જોવી પડી રહી છે. આ બધા પેશન્ટો એવા પણ છે કે જે રાતથી લાઈનમાં ઊભા છે.

    MORE
    GALLERIES

  • 35

    રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ!

    કોરોના દર્દીઓ 108 મારફતે સિવિલ હૉસ્પિટલમાં આવી રહ્યા છે, પરંતુ હાલ 108માં પણ એટલું બધું વેઇટિંગ છે કે બાકીના દર્દીઓને પોતાના પ્રાઇવેટ વાહનોમાં આવવું પડે છે. જે દર્દીઓને 108ની સેવા નથી મળી રહી તેઓ ખાનગી વાહનોમાં સિવિલ હૉસ્પિટલ આવી રહ્યા છે. અનેક દર્દીઓ રિક્ષામાં ઑક્સીજનના બાટલા સાથે સિવિલ હૉસ્પિટલ પહોંચી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ!

    રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આવેલી હૉસ્પિટલમાં પહોંચવા માટે ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાંથી એમ્બ્યુલન્સ માટે ખાસ રસ્તો બનાવ્યો છે. હાલ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે. તમામ ખાનગી વાહનો તેમજ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે દર્દીઓને અહીં લાવવા પડે છે. ઘણા બધા દર્દીઓને ઑક્સીજનની જરૂર હોવાથી તેમને હૉસ્પિટલના ગ્રાઉન્ડમાં જ એમ્બ્યુલન્સની અંદર સારવાર આપવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજકોટની વાસ્તવિકતા: સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ!

    હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. ખાનગી હૉસ્પિટલો હાઉસફૂલ બની છે. સરકારી ચોપડે જિલ્લામાં કુલ 3,414 બેડમાંથી માત્ર 112 બેડ ઉપલબ્ધ છે. રાજકોટ સિવિલમાં 808 બેડમાંથી 38 બેડ ખાલી છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 708 બેડમાંથી માત્ર 17 ખાલી છે. ગોંડલની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ 56 બેડમાંથી બે બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલ 197માંથી 37 ખાલી છે. જસદણમાં 24 બેડમાંથી એક પણ બેડ ખાલી નથી, જ્યારે ધોરાજીમાં 70માંથી પાંચ બેડ ખાલી છે. જિલ્લાની 35 ખાનગી હૉસ્પિટલની કુલ 1,510 બેડમાંથી માત્ર ત્રણ બેટ ખાલી છે.

    MORE
    GALLERIES