રાજકોટ : રાજકોટ (Rajkot) શહેર સૌરાષ્ટ્રનું 'વુહાન' બને તો (Wuhan) પણ નવાઈ નહીં એવી સ્થિતિનું સર્જન થયું છે. શહેરમાં અનલૉકમાં ન ફક્ત કોરોનાના કેસ વધ્યા પરંતુ મૃત્યુની સંખ્યા અચનાક વધી ગઈ હતી. રાજ્યમાં કોરોનાની શરૂઆત રાજકોટથી થયા બાદ એક સમયે આબાદ બચી ગયા સમાન સ્થિતિમાં હતું એ રાજકોટ આજકાલ કોરોનાના (Rajkot coronavirus cases) કબ્રસ્તાન જેવું બની ગયું છે. સરકારના ચોપડે કોવિડ અસ્પતાલોમાં (Rajkot covid deaths) નોંધાયેલા મોતના આંકડાઓ આ બાબતની ચાડી ખાઈ રહ્યા છે. રાજકોટમાં રામનાથપરા અંતિમ સંસ્કારધામમાં 12 કલાકમાં 14 અંતિમ સંસ્કાર કોવિડની ગાઇડલાઇન મુજબ થયા છે.