રાજકોટઃ રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકને માથામાં બોલ વાગ્યા પછી હાર્ટ એટેક આવવાની ઘટના બન્યા પછી વધુ એક ઘટના શહેરમાં બની છે જેમાં ફૂટબોલ રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ફૂટબોલ રમતી વખતે મોતને ભેટેલો યુવક અન્ય રાજ્યનો છે, જે રાજકોટમાં અભ્યાસ કરતો હતો. (ડાબી તરફ ફૂટબોલથી મોતને ભેટેલો યુવક - જમણી તરફ ક્રિકેટ રમતા મૃત્યુ થયેલો યુવક)
આવી જ અન્ય એક ઘટના રાજકોટ શહેરમાં બની છે જેમાં ક્રિકેટમાં બેટિંગ કરતી વખતે રમતા રવિ વેગડા નામના વ્યક્તિને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ તેણે રનર રાખીને 22 રન કરી દીધા હતા. જોકે રવિ કારમાં બેસીને મેચ જોઇ રહ્યો હતો એ દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યો હતો. રવિને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોત.