હાર્દિક જોશી, રાજકોટ: સામાન્ય રીતે પીપળાના વૃક્ષને તો પ્રદક્ષિણા કરતા અનેક લોકોને તમે જોયા હશે વડના વૃક્ષની પૂજા કરતા લોકોને જોયા હશે પરંતુ અહીંયા ભક્તો બોરડીના વૃક્ષને પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ બોરડી એ કોઈ સામાન્ય બોરડી નથી આ છે ચમત્કારી બોરડી. આ બોરડીની પ્રદક્ષિણા કરવાથી જ ભક્તોના દર્દ દૂર થાય છે. રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરેના પટાંગણમાં આવેલ પ્રસાદીની કાંટા વગરની બોરડીમાં તો બારે માસ બોર આવે છે.