હરિન માત્રાવાડિયા, રાજકોટ : પાન માવાના (Tobacco addiction) બંધાણીઓ માટે માઠા સમાચાર છે. તમાકુ (Tobacco) અને સોપારીના ભાવ (Price) વધતા આવતીકાલથી રાજકોટ પાન એસોસીએશન (Rajkot Paan Association) દ્વારા પાન માવામાં 3 થી 5 રૂપિયાનો વધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમાકુના ભાવમાં 20થી 100 રૂપિયા અને સોપારીના ભાવમાં કિલોએ 90 રૂપિયા જેટલો ભાવ નો વધારો થતા તેનો ડામ ગ્રાહકોને આપવામાં આવ્યો છે.
અચાનક સોપારીની આવક ઘટી જતા ભાવ રાતોરાત ભાવ સળગી ગયા છે તેના કારણે પાનના ધંધાર્થીઓને નાછુટકે વધારો કરવાની ફરજ પડી છે. સોપારીના વેપારીના જણાવ્યા મુજબ કોરોનાના કારણે બેંગ્લોરમાં સોપારીના ઉત્પાદન ઉપર અસર પડી છે તેના કારણે સૌરાષ્ટ્રમાં સોપારીની આવક ઓછી થઈ ગઈ છે. છેલ્લા આઠ દિવસમાં સોપારીમાં કિલોએ 90 રૂપિયાનો વધારો થયો છે.
સોપારી 400 થી 500 રૂપિયાની આસપાસ વહેચાતી હતી તેના ભાવ કિલોના 600 થી 700 રૂપિયા થઈ ગયા છે આવી જ રીતે તમાકુની કંપનીએ પણ તમાકુમાં ભાવ વધારો ઝિંકયો છે. 20 ગ્રામ ડબ્બાનો રૂપિયા 205 ભાવ હતો તેમા 20 રૂપિયા નો વધારો થયો છે જયારે 200 ગ્રામ ડબ્બાના 850 રૂપિયા હતા તેના વધીને 950 રૂપિયા થયા છે અને પાઉચ 165 રૂપિયામાં મળતુ હતું તે હવે 185 માં મળતું હોવાનું વેપારી જણાવી રહ્યા છે.
રાજકોટમાં 25000 થી વધુ પાનની કેબીન અને દુકાનો આવેલી છે તેમાં અત્યાર સુધી પાન માવાના 12 થી 15 રૂપિયા વસુલ કરવામાં આવતા હતા તેમાં કેટલાક ધંધાર્થીઓએ તો પાન માવાના 18 થી 20 રૂપિયા લેવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે, બાકી એસોસીએશન દ્વારા આવતીકાલથી રાજકોટભરમાં સમાન ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. પ્રતિકાત્મક તસવીર
કાજુ ગુલકંદ કોન બનાવવા માટે રીત - સૌ પ્રથમ કાજુને મિક્સરમાં પીસીને એકદમ ઝીણો પાવડર કરવો. હવે એક કડાઈમાં ખાંડ લઈને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ ગરમ કરવા મૂકો. ખાંડની એક તારી ચાસણી થાય એટલે તેમાં કલર નાંખી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ ધીમા તાપે ઉકાળી લો. પછી તેમાં કાજુનો ભૂકો નાખીને સતત હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ના પડે. તે થઈ જાય એટલે પછી તેને બરાબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવું. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે હાથથી સરખું કરી, તેના નાના ગોળા વળી લો.