Home » photogallery » rajkot » ધોરાજીમાં આખલાનો અડિંગો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા

ધોરાજીમાં આખલાનો અડિંગો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા

ધોરાજીનાં સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરનાં પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી રખડતા આખલાઓ રસ્તા વચે વારંવાર ઝઘડતા રહેતા કરતા હોઈ છે અને જેમાં કેટલાક સ્થાનિકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે

विज्ञापन

  • 13

    ધોરાજીમાં આખલાનો અડિંગો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા


    મુનાફ બકાલી, જેતપુર: રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં રસ્તે રખડતા આખલાથી લોકો ત્રાહિધામ પોકારી ગયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે તેમને ભારે હાલાકી થઇ રહી છે. જેને લઇને તેઓ રોષ ઠાલવી રહ્યાં છે. ધોરાજીનાં ગેલેક્સી ચોક હોય, શાક માર્કેટ હોય કે સ્ટેશન રોડ આ તમામ વિસ્તારનાં મુખ્ય  માર્ગો પર આખલાઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે અને લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે

    MORE
    GALLERIES

  • 23

    ધોરાજીમાં આખલાનો અડિંગો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા

    ધોરાજીનાં સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરનાં પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી રખડતા આખલાઓ રસ્તા વચે વારંવાર ઝઘડતા રહેતા કરતા હોઈ છે અને જેમાં કેટલાક સ્થાનિકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દસ વર્ષમાં ભાજપ કોંગ્રેસ બને પક્ષની સત્તા આવી પરંતુ બને પક્ષ માંથી કોઈ પણ પક્ષે લોકોને આખલાનાં ત્રાસ માથી મુક્તિ નથી આપાવી. હાલ રસ્તે બેસી રહેલ આખલાનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે લોકોને રસ્તા પરથી નીકળવું મુશ્કેલ બની ગયું છે

    MORE
    GALLERIES

  • 33

    ધોરાજીમાં આખલાનો અડિંગો, સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા

    ખાસ કરીને બહાર ગામથી ખરીદી અર્થે આવતી મહિલાઓ પણ આ આખલાઓથી ભયભીત છે અને લોકો ધોરાજી ખાતે ખરીદી અર્થે આવાનું ટાળે છે. હાલમાં ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું સાશન છે અને રખડતાં પશુ અને આખલા ના ત્રાસ માંથી પ્રજાને મુક્તિ અપાવવા માટે ખુદ કોંગ્રેસ શાસિત પાલિકાનાં સદસ્ય દિલીપ જાગાની એ તા.1.10.2021 ના રોજ લેખિત અરજી પણ કરી છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી

    MORE
    GALLERIES