Mustufa Lakdawala,Rajkot : ગઈકાલે દુર્ગાષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઠેર ઠેર દીવડાઓની આરતીથી અદભુત નજરો સર્જાયો હતો. ત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કડવા પાટીદાર દ્વારા આયોજિત ક્લબ યુવી રાતોત્સવમાં દુર્ગાષ્ટમી નિમિતે રાતે 10 હજાર ખેલૈયાઓએ પોતાના મોબાઈલમાં ફ્લેશ લાઈટ ચાલુ કરતા અદભુત નજારો સર્જાયો હતો. તેમજ આરતી બાદ ભવ્ય અતાશબાજી કરવામાં આવી હતી.
રાજકોટમાં સોમવારે કડવા પાટીદાર સમાજના ક્લબ યુવીના રાસોત્સવમાં મા ઉમિયાની મહાઆરતી અને 1111 કળશનું સામુહિક પૂજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં ખેલૈયાઓ સહિત 10 હજારથી વધુ લોકોએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખીને જોડાયા હતા. આરતી બાદ આતશબાજી પણ કરવામાં આવી હતી. આરતી સમયે લાઈટ બંધ કરી દેવાઈ હતી અને ફ્લેશ લાઈટ ચાલુ રાખવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તાજેતરમાં નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સને ખુલી મૂકી ત્યારે આતશબાજી કરવામાં આવી હતી તે લોકો જ રાજકોટ આવી ક્લબ ઉવીમાં ગઈકાલે આતશબાજી કરી હતી. 10 હજાર મોબાઈલ ફ્લેશથી ગરબા ગ્રાઉન્ડ ઝળહળી ઉઠ્યું હતું. કડવા પાટીદાર દ્વારા આયોજિત આ ગરબામાં સમાજના લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે.