Home » photogallery » rajkot » રાજકોટ: મહિલા ભાડુઆતના ભાઈએ મકાન માલિક પર આચર્યું દુષ્કર્મ, પીડિતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ પણ કરી

રાજકોટ: મહિલા ભાડુઆતના ભાઈએ મકાન માલિક પર આચર્યું દુષ્કર્મ, પીડિતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ પણ કરી

Rajkot: "મનોજ બોરીચાએ મને ધમકી આપી હતી કે મેં તારો વીડિયો ઉતારી લીધો છે. જો તું આ વાત કોઈને કહીશ તો હું તને સમાજમાં બદનામ કરી નાખીશ. તેમજ હું જ્યારે જ્યારે કહું ત્યારે ત્યારે તારે મને શરીર સંબંધ બાંધવા દેવો પડશે, નહીંતર હું તને સમાજમાં બદનામ કરી નાખીશ."

विज्ञापन

  • 15

    રાજકોટ: મહિલા ભાડુઆતના ભાઈએ મકાન માલિક પર આચર્યું દુષ્કર્મ, પીડિતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ પણ કરી

    અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ શહેરમાં ભાડુઆતે મકાન માલિક સાથે દુષ્કર્મ આચરી બીભત્સ પ્રકારનો વીડિયો બનાવી રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા મનોજભાઈ બોરીચા (Manojbhai Boricha) અને રમાબેન સોલંકી (Ramaben Solanki) વિરુદ્ધ ipcની કલમ 376, 328, 114, 384,  506 હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. (પ્રતીકાત્મક તસવીર, Shutterstock)

    MORE
    GALLERIES

  • 25

    રાજકોટ: મહિલા ભાડુઆતના ભાઈએ મકાન માલિક પર આચર્યું દુષ્કર્મ, પીડિતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ પણ કરી

    સમગ્ર મામલે પીડિતાએ તાલુકા પોલીસ સ્ટેશન (Taluka police station)માં આપેલી ફરિયાદ મુજબ, "આરોપી મનોજ બોરીચા અમારી ભાડાની ઓરડીમાં રહેતો હતો. ગત 18 ડિસેમ્બર 2020 ના રોજ સાંજના સમયે રમાબેન સોલંકીનો ઘરે બેસવા માટે ફોન આવ્યો હતો. ત્યારે હું મારા ઘરેથી રમાબેનને ત્યાં બેસવા ગઈ હતી. આશરે પાંચ વાગ્યાના અરસામાં રમાબેનનો ભાઈ મનોજ બોરીચા પણ ત્યાં આવ્યો હતો. તે સમયે રમાબીને ચા મૂકેલી હતી, જે ચા પીવાથી થોડીવાર બાદ મારી આંખો ઘેરાવા લાગી હતી અને હું અર્થ બેભાન જેવી થઈ ગઈ હતી. આ સમયે રમાબેનનો ભાઈ મનોજ બોરીચા મારા શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. મારી ના પાડવા છતાં તેણે મારી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ પણ બાંધ્યો હતો." 

    MORE
    GALLERIES

  • 35

    રાજકોટ: મહિલા ભાડુઆતના ભાઈએ મકાન માલિક પર આચર્યું દુષ્કર્મ, પીડિતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ પણ કરી

    પીડિતાના જણાવ્યા પ્રમાણે, "મનોજ બોરીચાએ મને ધમકી આપી હતી કે મેં તારો વીડિયો ઉતારી લીધો છે. જો તું આ વાત કોઈને કહીશ તો હું તને સમાજમાં બદનામ કરી નાખીશ. તેમજ હું જ્યારે જ્યારે કહું ત્યારે ત્યારે તારે મને શરીર સંબંધ બાંધવા દેવો પડશે, નહીંતર હું તને સમાજમાં બદનામ કરી નાખીશ." (Shutterstock તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    રાજકોટ: મહિલા ભાડુઆતના ભાઈએ મકાન માલિક પર આચર્યું દુષ્કર્મ, પીડિતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ પણ કરી

    આબરૂ જવાની બીકે કોઈને વાત ન કરી : "આબરૂ જવાની બીકે મેં કોઈને વાત કરી ન હી. ગત ચોથી ફેબ્રુઆરી 2021ના રોજ સાંજના સમયે રમાબેનનો મને ફરીથી ફોન આવ્યો હતે કે તમે મકાનનું ભાડું આવીને લઈ જાવ. ત્યારે હું ભાડું લેવા માટે ગઈ હતી. તે સમયે મનોજ બોરીચા પણ આવ્યો હતો અને ફરી એક વખત દરવાજો બંધ કરી તેણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે તેઓએ મોબાઈલથી વીડિયો ચાલુ રાખી મારો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ ધાકધમકી આપી મારી પાસેથી કુલ 38,000 પણ પડાવી લીધા હતા. સમગ્ર મામલે રમાબેન સોલંકી પણ મને ફોનથી હેરાન પરેશાન કરતા હોવાથી મેં મારા પતિને વાત કરી હતી. મારા પતિએ મને હિંમત આપતા મેં આખરે તાલુકા પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે." 

    MORE
    GALLERIES

  • 55

    રાજકોટ: મહિલા ભાડુઆતના ભાઈએ મકાન માલિક પર આચર્યું દુષ્કર્મ, પીડિતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ પણ કરી

    સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ મેહુલ ગોંડલીયા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ કેસમાં આરોપીઓ પોલીસના સકંજામાં કેટલા સમયમાં આવશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. (પ્રતિકાત્મક તસવીર)પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

    MORE
    GALLERIES