અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ (Rajkot news) સહિત સમગ્ર રાજ્યભરમાં ધંધુકાના કિશન ભરવાડની હત્યા (Dhandhuka kishan Bharwad murder case) મામલે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરમાં (Allover Gujarat) જુદા જુદા સેન્ટર પર લોકો એકઠા થઇ આવેદનપત્ર પણ પાઠવી રહ્યા છે. સોમવારના રોજ કનૈયા ગૃપ તેમજ માલધારી સમાજ અને જુદા જુદા સામાજિક સંગઠનો દ્વારા કલેકટર કચેરીએ (Collectorate) આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 11 વાગ્યે કલેકટર કચેરી ખાતે માત્ર આવેદન પાઠવવા બદલ 200 જેટલા લોકો એકઠા થયા હતા. પરંતુ ધીમે-ધીમે હજારોની સંખ્યામાં લોકો કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા.
એકઠા થયેલા લોકોએ જુદા જુદા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યારે અગાઉ જે પ્રમાણે આવેદનપત્ર આપીને કાર્યક્રમ પૂર્ણ થવાનો હતો. તેની જગ્યાએ કેટલાક લોકોએ ટોળા માં હાજર રહેલા લોકોને ઉશ્કેરી પોલીસ કમિશનર ઓફિસે રજૂઆત કરવા જવાનું નક્કી કર્યું હતું. જેના કારણે કેટલાક લોકો કલેકટર કચેરીથી સર્કિટ હાઉસ થઈ ફુલછાબ ચોક અને ત્યારબાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચવાના હતા. જ્યારે કેટલાક લોકો બહુમાળી ચોક થઈ ગેલેક્સી સિનેમા અને ત્યારબાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
જે પ્રમાણે ઉન્માદમાં રહેલું ટોળું ફુલછાબ ચોક પહોંચ્યું હતું. કાબૂમાં કરવામાં ન આવે તો તે થોડું સંભવત ડાબી તરફ ફંટાઈ ને સદર બજાર વિસ્તારમાં પ્રવેશ કરી શકે તેમ હતું. સદર બજાર વિસ્તાર કે જ્યાં મોટાભાગના વેપારીઓ ધંધાર્થીઓ અને રહેવાસીઓ મુસ્લિમ સમુદાયના છે. ત્યારે ટોળું જો તેમના વેપાર ધંધા રોજગાર બંધ કરાવવા નિકળી પડે તો બંને જૂથના વ્યક્તિઓ આમને-સામને આવી જાય તેવી પુરેપુરી શક્યતા હતી.
બીજી તરફ કેટલાક યુવાનોનું ટોળું કલેકટર ઓફિસ થી શારદા બાગ અને ત્યારબાદ બહુમાળી ભવન થઈ ગેલેક્સી સિનેમા ની સામે આવેલી દુકાનો બંધ કરાવવા પહોંચ્યું હતું. આ સમયે ટોળા માં રહેલા કેટલાક લોકોએ દુકાનોમાં તોડફોડ કરવાનું પણ શરૂ કર્યું હતું. તેમજ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.ડી.પટેલ ને ના ભાગે ઇજા પહોંચાડી હતી.
આ સમયે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવી દ્વારા પોતાની સર્વિસ રિવોલ્વર પોકેટમાંથી બહાર કાઢવામાં આવી હતી. સર્વિસ રિવોલ્વર તેમજ પોતાના હાથમાં રહેલ લાઠીનો ભય બતાવી યુવાનોને ખદેડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. અનેક વખત સમજાવ્યા બાદ પણ યુવાનો ટસ ના મસ ન થતા ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ અને તેમની ટીમ દ્વારા યુવાનો ઉપર લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારે સમગ્ર મામલે દુકાનોમાં તોડફોડ કરવા તેમજ પી.એસ.આઇ કે ડી પટેલ પર હુમલો કરવા સબબ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં સૌથી લોકોના ટોળા વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.