Home » photogallery » rajkot » લોકસભા ચૂંટણી નહીં લડવાની નરેશ પટેલના પુત્રની જાહેરાત

લોકસભા ચૂંટણી નહીં લડવાની નરેશ પટેલના પુત્રની જાહેરાત

જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલનો પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસમાં જોડાઇને રાજકારણમાં એન્ટ્રી મારશે તેવી ઘણી જ અટકળો ચાલી રહી હતી. (અંકિત પોપટ, રાજકોટ)

विज्ञापन

 • 13

  લોકસભા ચૂંટણી નહીં લડવાની નરેશ પટેલના પુત્રની જાહેરાત

  થોડા સમયથી રાજકોટમાં લોકસભા ચૂંટણી અંગે રાજકારણ ગરમાયું હતું. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલનો પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસમાં જોડાઇને રાજકારણમાં એન્ટ્રી મારશે તેવી ઘણી જ અટકળો ચાલી રહી હતી. ભાજપે જ્યારે રાજકોટમાંથી મોહન કુંડારિયાને લોકસભાની ચૂંટણી માટે રીપિટ કર્યા તે જ દિવસે શિવરાજ પટેલને રાજકારણમાં આવકારતા પોસ્ટરો શહેરનાં વિવિધ જગ્યાએ લાગ્યા હતાં. જે પછી ચર્ચાઓ વહેતી થઇ હતી કે શિવરાજ પટેલ કોંગ્રેસમાં જોડાઇને રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ આ અટકળોનો અંત આવતા હવે શિવરાજ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે પારિવારીક નિર્ણયને માન્ય રાખીને હું ચૂંટણી નહીં લડી રહ્યો. (નરેશ પટેલ સાથે પુત્ર શિવરાજ)

  MORE
  GALLERIES

 • 23

  લોકસભા ચૂંટણી નહીં લડવાની નરેશ પટેલના પુત્રની જાહેરાત

  શિવરાજ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છું કે, 'હું ચૂંટણી નથી લડી રહ્યો. થોડા દિવસથી અમારા સમાજ સાથે ચર્ચા વિચારણ થઇ રહી હતી. સમાજનાં લોકોનો બહોળો ભાર હતો કે હું ચૂંટણી લડું પરંતુ પારિવારિક નિર્ણય કરાયો છે કે હું ચૂંટણી નથી લડી રહ્યો. હું અને મારા બાપુજી નરેશ પટેલ સમાજ માટે કામ કરીએ છીએ અને કરતા રહીશું. હું હજી 26 વર્ષનો છું આગળ ઘણી તકો મળશે જ્યારે મને લાગશે ત્યારે રાજકારણમાં આવીશ પરંતુ હાલ નથી આવી રહ્યો.' (શિવરાજની લગ્ન સમયની તસવીર)

  MORE
  GALLERIES

 • 33

  લોકસભા ચૂંટણી નહીં લડવાની નરેશ પટેલના પુત્રની જાહેરાત

  પહેલા પણ શિવરાજ પટેલે સ્પષ્ટતા કરી હતી કે રાજકારણની વાતો ચાલી રહી છે આ બધી વાત વચ્ચે ભાઈજી (મોટાબાપુ રમેશભાઈ) તથા પરિવારના સભ્યોની સહમતિ અને પરિવારનો નિર્ણય જ આખરી નિર્ણય રહેશે. (શિવરાજની લગ્ન સમયની તસવીર)

  MORE
  GALLERIES