તાજેતરમાં રાજકોટ ના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો જે બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ગુનાને ઉકેલવા માટે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી હતી જે બાબતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા બારમ સિંગ પંચાલ અને કાલું ઉર્ફે કાલિયાની ધરપકડ કરી છે.
એસીપી રાઠોડના જણાવ્યા પ્રમાણે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગ માં કુલ પાંચ જેટલા સભ્યો હતા. જે પૈકી એક સભ્ય નું મરણ નિપજ્યું છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હજુ પણ બે આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે તે મામલે હાલ શોધખોળ શરૂ છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી પાડેલ બે આરોપી પૈકી એક આરોપી બારમસિંગ મધ્યપ્રદેશ ઈંદોરના તેજાજી નગર પોલીસ સ્ટેશનના ૧૩ જેટલા ગુનાઓમાં નાસતો ફરતો હતો