રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ત્રણ પરિવારને મળ્યાં, જાણો આ મુલાકાતનું કારણ
PM Modi In Rajkot: રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ત્રણ પરિવારને મળ્યા હતા. વિધાનસભા 69 રાજકોટ પશ્ચિમ બેઠક પર આ ત્રણેય પરિવારના સભ્યોના નામની ચર્ચા છે. કશ્યપ શુક્લ, નિતીન ભારદ્વાજ અને મણિયાર પરિવારમાંથી કોઇને દાવેદારી મળી શકે છે.
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવેલા છે, જ્યારે આજે ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ વિવિધ જગ્યાઓ પર સભાસંબોધન કરવામાં આવ્યું હતુ. તેઓ ઘણી જગ્યાઓ પર ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ માટે પણ હાજર રહ્યા છે.
2/ 8
સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેના એપી સેન્ટર ગણાતા જામકંડોરણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને કાઠિયાવાડી શૈલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન નરેન્દ્ર મોદી ધણા પરિવારને મળવા માટે પણ ગયા હતા.
विज्ञापन
3/ 8
ઉલ્લેખનીય છે કે, મોદીના આગમન દરમિયાન જેતપુરના જામકંડોરરણા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભારતમાતાના પેઈન્ટિંગ આપી તેમનું અભિવાદન કર્યું હતુ. એ વેળાએ ચેતનાબેને પીએમ મોદીને ટકોર કરી હતી કે જયેશનું ધ્યાન રાખજો અને મોદીએ પણ તેમને સકારાત્મક જવાબ આપ્યો હતો.
4/ 8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણા ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજકોટ એરપોર્ટ ઉપર આવ્યા હતા ત્યારે પૂર્વ કોર્પોર્રેટર કશ્યપ શુકલ અને તેના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને તેમનાં પરિવારજનોના પણ ખબરઅંતર પૂછ્યા હતા. આ સાથે તે પરિવાર સાથે ફોટા પણ પડાવ્યા હતા.
5/ 8
રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર ત્રણ પરિવારને મળ્યા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ સ્વ.અભય ભારદ્રાજ અને નિતીન ભારદ્રાજના પરિવારને તેઓ મળ્યા હતા અને પરિવારના ખબરઅંતર પૂછ્યા હતા.
विज्ञापन
6/ 8
આ સાથે જ તેઓ પૂર્વ કોર્પોર્રેટર સ્વ.ચીમનભાઇ શુક્લના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આવી મુલાકાતથી આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે તેના ભાગરૂપે આ મુલાકાતો થઈ હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.
7/ 8
વડાપ્રધાન મોદી સંઘના અગ્રણી સ્વ.પ્રવિણભાઇ મણિયારના પરિવારને પણ મળ્યા હતા. જ્યા તેમના પરિવારના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાને ત્રણેય પરિવાર સાથે જૂના સંસ્મણો વાગોળ્યા હતા અને જૂની યાદોને તાજી કરી હતી.
8/ 8
જો કે આ મુલાકાત સ્થાનિક રાજકીય ક્ષેત્રે ખૂબ જ મહત્વની છે. કારણ કે, વિધાનસભા 69 રાજકોટ પશ્ચિમ બેઠક પર આ ત્રણેય પરિવારના સભ્યોના નામની ચર્ચા છે. કશ્યપ શુક્લ, નિતીન ભારદ્વાજ અને મણિયાર પરિવારમાંથી કોઇને દાવેદારી મળી શકે છે.