Mustufa Lakdawala,Rajkot : વાત સિનેમા જગતની કરવામાં આવે તો સિનેમા લગભગ દરેક લોકોની પ્રિય જગ્યા હશે.કારણ કે જે પણ મુવી રિલિઝ થાય તે ફિલ્મ ટોકીઝમાં બેસીને જે જોવાની મજા છે તે મોબાઈલ કે ઘરે બેસીને જોવામાં નથી.પહેલાના સમયના જે મુવી આવતા અને ટોકિઝમાં બેસીને જે જોવાની મજા આવતી તે હવે કદાચ એટલી નથી રહી.ત્યારે આજે અમે વાત કરીશું રાજકોટની ગેલેક્સી સિનેમાની.કે જેને 54 વર્ષનો સુવર્ણ ઈતિહાસ રચ્યો છે.