રાજ્યમાં લોકસભાની ચૂંટણીનાં પ્રચારનાં પડઘમ આજે શાંત થઇ જશે. ત્યારે આપણે રાજ્યનાં એક એવા ગામની વાત કરીશું કે જ્યાં મતદાન ન કરો તો દંડ વસૂલવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ રાજસમઢીયાળાની. આ ગામ રાજકોટથી 22 કિલોમીટરના અંતરે આવેલુ છે. 35 વર્ષથી આ ગામમાં કોઇપણ પક્ષનાં રાજકારણીઓને મતદાન માટે પ્રચાર કરવાની મનાઇ છે. તો પણ આ ગામમાં 90 ટકાથી વધારે મતદાન થાય છે. આ ગામને રાજ્યુનું આદર્શ અને સ્વચ્છ ગામ માનવામાં આવે છે.