ગોંડલ: ગોંડલમાં 106 વર્ષનાં વૃદ્ધાના નિધન બાદ પરિવારે વાજતે-ગાજતે અંતિમયાત્રા કાઢી હતી. સતાયુ જીવન જીવી ચૂકેલા મણીબેનનાં મૃત્યુ બાદ પરિવારજનોએ શોક વ્યક્ત કરવાના બદલે વાજતે-ગાજતે મણીબેનની અંતિમયાત્રા કાઢી હતી. અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનોએ અબિલ-ગુલાલ-કંકુની છોળો ઉડાડી, માર્ગ ઉપર ઠેર-ઠેર સાથિયા પૂરી મણીમાને અંતિમ વિદાઈ આપી હતી. 106 વર્ષની ઉંમરે પણ આજ સુધી મણીમાએ હોસ્પિટલ કે દવાનો આસરો લીધો નહોતો. આ વૃદ્ધાએ એક-બે નહીં પરંતુ પૂરી પાંચ પેઢી જોઈ છે અને તેમની સાથે રહ્યા છે. મણીમા આજ સુધી કોઈપણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી. તેમણે પરિવારને પણ મતદાન કરવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવવા પ્રેરણા આપી છે. તેમણે પરિવારને કહ્યું હતું કે, "લીલીવાડી મુકીને જાવ છું. મારી પાછળ કોઈ રડતા નહીં." જેથી પરિવારે મણીબાને ધામ-ધૂમથી અંતિમ વિદાય આપી હતી.
ગોંડલમાં આજે અંતિમયાત્રામાં એવા દ્રશ્ય સર્જાયા કે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકીત થઈ ગયા હતા. મણીબેન ઠુંમર નામના 106 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું, ત્યારે પરિવારજનોએ શોક વ્યક્ત કરવાના બદલે વાજતે-ગાજતે મણીબેનની અંતિમયાત્રા કાઢી હતી. અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મણીબેન તંદુરસ્ત રીતે જીવન યાત્રાના 106 વર્ષ જીવ્યા હતા અને અચાનક જ અંતિમ શ્વાસ લેતા તેમનું અવસાન થયું હતું. પરિવારજની 5 પેઢીએ મણીમાને વિદાય આપી હતી.
ઠુંમર પરિવારના મોભી વિનુભાઈ ઠુંમરના જણાવ્યા અનુસાર, મણીમાના પરિવારમાં 50થી વધુ સદસ્યો છે. આજ સુધી મણીમાએ હોસ્પિટલ કે દવાનો આસરો લીધો નહોતો. આ ઉપરાંત દરેક તહેવાર કે કોઈ પરિવારનો પ્રસંગ હોઈ 'બા' હંમેશા અગ્રેસર રહેતા. અમારા પુત્ર-પુત્રીઓ કે એમના પુત્ર-પુત્રીઓને તેમના ખોળે રામડેલા છે. આ વૃદ્ધાએ એક-બે નહીં પરંતુ પૂરી પાંચ પેઢી જોઈ છે અને તેમની સાથે રહ્યા છે.