Mustufa Lakdawala,Rajkot : ઘરના મોભી અવસાન પામે ત્યારે પરિવાર માનસિક અને આર્થિક રીતે પડી ભાંગે છે. મોભીની યાદમાં લોકોને સુજતુ નથી કે કેવી રીતે ઘર ચાલવું. પણ રાજકોટની એક દીકરી પ્રેરણારૂપ બની છે. 19 વર્ષીય હેતલ હળવદિયા નામની દીકરીએ સિદ્ધ કરી બતાવ્યું છે કે કપરી પરિસ્થિતિમાં કેવી રીતે બહાર નીકળી શકાય.
હેતલ હળવદિયાએ જણાવ્યું હતું કે, મારી 19 વર્ષની ઉંમર છે. હું છેલ્લા નવ મહિનાથી દુકાન ચલાવું છું. છેલ્લા એક મહિનાથી વણેલા ગાંઠિયા, ફાફડા બનાવું છું અને સાથે સાથે ફરસાણની વસ્તુઓ પણ રાખું છું. મારાં પિતાને ફરસાણની દુકાન છે. તેનું કોરોનાને કારણે ગયા વર્ષે અવસાન થયું હતું. આથી દુકાન સંભાળવાની જવાબદારી મારાં પર આવી ગઈ એટલે હવે દુકાન હું સંભાળું છું.
19 વર્ષીય હેતલ હળવદિયા નામની દીકરીએ સિદ્ધ કરી બતાવ્યું છે કે કપરી પરિસ્થિતિમાં કેવી રીતે બહાર નીકળી શકાય. હેતલની ઉંમર 19 વર્ષ છે અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હેતલ અભ્યાસની સાથોસાથ પિતાની ગાંઠિયા અને ફાફડા ની દુકાન ચલાવી ઘરનું ગુજરાન અને નાના ભાઈને પણ ભણાવી રહી છે. હેતલના પિતાનું ગત વર્ષે કોરોનામાં અવસાન થયું હતું.